બોટાદ: ગૌશાળામાં 40થી વધુ ગાયોનાં મોત થતા મહંત સામે નોંધાયો ગુનો
01:00 PM Sep 02, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
બોટાદના સાલૈયા ગામ પાસે આવેલ ભુતડાદાદાના ડુંગર પર રાધિકા ગૌશાળામાં અનેક પશુઓના મોત મામલે રાધિકા ગૌશાળા ટ્રસ્ટના મહંત મીથીલાનંદ બાપુ ગુરૂૂ ભાસ્કરાનંદ બાપુ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
ગઢડા તાલુકાના ઢસા ગામના શૈલેન્દ્રસિહ નટવરસિહ ઝાલાએ બોટાદ પોલીસમાં મીથીલાનંદ બાપુ વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બોટાદ પોલીસે રાધિકા ગૌશાળાના મહંત મીથીલાનંદ બાપુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગત તારીખ 29 ઓગષ્ટે રાધિકા ગૌશાળામાં 40 થી 45 પશુઓના મોત થયા હતા. રાધિકા ગૌશાળામાં 500થી 600 પશુઓને રાખવામાં આવ્યા હતા. ગૌશાળા દ્વારા પશુઓને ઘાસચારો તેમજ પાણી ન આપી એક જ વાડામાં બાંધી રાખેલ હોવાથી મોત નિપજ્યા હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું. ક્રૂરતાપૂર્વક તમામ પશુઓને બાંધી રાખવાના કારણે 40થી 45 પશુઓના મોત થયા હતા.
Next Article
Advertisement