રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોઠડા પાસે બોલેરો ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા ચાલકનું મોત: મિત્રને ઇજા

04:46 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે રહેતા બે શ્રમિક યુવાન કારખાનામાં કામે જતા હતા ત્યારે લોઠડા ગામ નજીક અજાણ્યા બોલેરો ચાલકે શ્રમિક યુવકના બાઇકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક સવારને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.લોઠડા ગામે રહેતા ઉજવલકુમાર પર્વત શ્રીરામ (ઉ.વ.25) અને બાલો રફુભાઈ ચૌહાણ (ઉ.વ.32) બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં બાઈક લઈને લોઠડા ગામથી ખોખડદળ તરફ જઈ રહ્યા હતા ત્યારે લોઠડા ગામ નજીક પહોંચતા અજાણ્યા બોલેરો ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બાઇક ચાલક ઉજ્જવલકુમાર પર્વત શ્રીરામનું મોત નિપજ્યું હતું યુવકના મોતથી પરિવાર અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.પ્રાથમિક પૂછપરછમાં મૃતક ઉજવલકુમાર બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને અપરણિત હતો તેના મિત્ર સાથે કારખાનામાં મજૂરી કામ પર જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર બોલેરો કારના ચાલક વિરુદ્ધ તપાસનો દોર લંબાવ્યો છે.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement