ગુરુવારે બોળચોથ : ગાયનું પૂજન કરવાથી ઘરમાં લક્ષ્મીનો થાય છે વાસ
શ્રાવણ વદ ત્રીજને ગુરૂવારે તા. 22-8-24ના દિવસથી જન્માષ્ટમીના મહાપર્વનો પ્રરંભ થશે આ વર્ષે છઠ્ઠ તિથિનો ક્ષય હોતા તથા શુક્રવારે ચોથ તિથિ સવારે 10:39 સુધી જ છે. આથી દરેક મુખ્ય પંચાગ પ્રમાણે તથા જ્યોતિષના નિયમ પ્રમાણે બોળચોથ શ્રાવણ વદ ત્રીજને ગુરૂવારે છે. બોળચોથને બહુલા ચોથ પણ કહેવાય છે. એક પૌરાણીક માન્યતા પ્રમાણે દેવ ઈન્દ્રની કપીલા ગાયનું પૃથ્વી ઉપર આગમન બોળચોથના દિવસે થયેલું અને પૃથ્વી ઉપર કપીલા ગાયના આગમનથી સુખ સમૃદ્ધ વધી આથી આ દિવસે ગાય પુજાનું મહત્વ વધારે છે.
ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. આમ ગાયની સેવા પૂજા કરવાથી દરેક ભગવાનની પૂજા થાય છે. ગાયની પૂજા અને સેવા કરવાથી ઘરમાં સ્થીર લક્ષ્મીનો વાસ રહે છે. ભાગ્યોદય થાય છે. ખાસ કરીને બોળચોથના દિવસે ગાયને નવી ઝુલ, ઘંટડી અને ગાયને શણગારથી શણગારી ગાયને ઘાસ નાખવું ગાયની પુજા કરવી સાથે બીજા લોકોને પણ પુજા કરવાની પ્રેરણા આપવી આ દિવસે ગાય અને વાછરડાનું પૂજન કરવું. બોળચોથના દિવસે ખાંડવુ નહીં દળવું નહી, છરી-ચપ્પુનો ઉપયોગ ન કરવો તે ઉપરાંત આ દિવસે રસોઈમાં ઘઉંનો ઉપયોગ ન કરવો.
ભાગ્યોદય અને પ્રગતિ માટે દરરોજ અથવા દર ગુરૂવારે પોતાની બન્ને હથેળીમાં ગોળ ચોળી અને ગાયને હથેળી ચાટવા આપવી. આમ કરવાથી જીવનના બધા જ ઘોષ દૂર થાય છે. જો કે આ વિધિ કરવામાં શાંત ગાયને ગોતવી ગાયને ઘાસ નાખવાથી પિતૃઓને મોક્ષગતિ મળે છે. ઘરમાં સુખશાંતિમાં વધારો થાય છે. ગાયોની સેવા કરવાથી બીમારી માંથી મુક્તિ મળે છે.
આવનાર તહેવારોની યાદી
તા.22 ના રોજ ગુરૂવારે બોળ ચોથ
તા.23ના રોજ શુક્રવારે નાગ પંચમી
તા.24ના રોજ શનિવારે રાંધણ છઠ્ઠ
તા.25ના રોજ રવિવારે શિતળા સાતમ
તા.26ના રોજ સોમવારે જન્માષ્ટમી