For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પંચમહાલના ઘોઘંબા નજીક બોઈલર કેમિકલ ફેક્ટરીમાં ફાટ્યું: બ્લાસ્ટ બાદ ગેસ લીકેજની આશંકા, છ મજુરો ઈજાગ્રસ્ત

02:15 PM Sep 10, 2025 IST | Bhumika
પંચમહાલના ઘોઘંબા નજીક બોઈલર કેમિકલ ફેક્ટરીમાં ફાટ્યું  બ્લાસ્ટ બાદ ગેસ લીકેજની આશંકા  છ મજુરો ઈજાગ્રસ્ત

Advertisement

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL) ફેક્ટરીમાં આજે(10 સપ્ટેમ્બર) બોઈલર ફાટવાની દુર્ઘટના બની છે. આ ઘટનામાં 6 કામદારો ઈજાગ્રસ્ત થયાં હોવાની મળી છે. બોઈલર ફાટ્યા બાદ ગેસ લીકેજ થયાની પણ આશંકા છે. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર કંપનીમાં અચાનક બોઇલર ફાટવાથી આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

હાલમાં, ગેસ લીકેજને કારણે ફેક્ટરીની અંદર પ્રવેશવું શક્ય ન હોવાથી પરિસ્થિતિની ચોક્કસ વિગતો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમ છતાં, તંત્ર દ્વારા ગેસ લીકેજને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો ચાલુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement