For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાપા સ્ટેશન પર જયપુર-ઓખા ટ્રેનમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

11:21 AM Jan 10, 2025 IST | Bhumika
હાપા સ્ટેશન પર જયપુર ઓખા ટ્રેનમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

પોલીસ દ્વારા કબજો મેળવી પીએમમાં ખસેડાયો

Advertisement

જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પર ગઈકાલે જયપુર થી ઓખા જતી ટ્રેન ના એક ડબ્બામાંથી ચાલીસેક વર્ષની વયના અજાણ્યા યુવાન નો મૃતદેહ સાંપડ્યો હતો. રેલવે પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂૂ કરી છે.

જામનગરના હા5ા રેલવે સ્ટેશન પર ગઈકાલે જયપુરથી આવી ને ઓખા તરફ જતી ટ્રેન ના એક ડબ્બા માં અજાણ્યો પુરૂૂષ બેભાન જેવી હાલતમાં પડ્યો હોવા ની કોઈએ રેલવે પોલીસ ને જાણ કરતાં પોલીસ જમાદાર દેવાયતભાઈ ભાટિયા દોડી ગયા હતા. તેઓએ ટ્રેનના ડબ્બા માંથી મળી આવેલા મૃતદેહ ને કબ્જે લઈ પી.એમ. માટે જામનાગરની મેડિકલ કોલેજમાં મોકલી આપ્યો હતો. ઉપરોક્ત મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પોલીસ કર્મચારી દેવાયતભાઈ ભાટિયા-90333 81636નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement