અંધારામાં દારૂના નશામાં કૂવામાં ખાબકેલા યુવકનો 8 દિવસે મૃતદેહ મળ્યો
મૂળ દાહોદ ના વતની અને હાલ જામકંડોરણામાં યાર્ડમાં નોકરી કરી મજૂરી કામ કરતો યુવાન આઠ દિવસ પૂર્વે રાત્રીના સમયે યાર્ડમાં કામ કરી ઘરે જતો હતો. ત્યારે દારૂૂના નશામાં અંધારામાં કુવામાં ખાબક્યો હતો. લાપતા યુવકનો આઠ દિવસે મૃતદેહ મળી આવતા સમીક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ દાહોદના વતની અને હાલ જામકંડોરણા યાર્ડમાં ડુંગળીના ગોડાઉનમાં કામ કરતો કના મંગાભાઈ બામણીયા નામનો 35 વર્ષનો યુવાન ગત તા.2 ના રોજ યાર્ડમાં તુવેર જોખવા ગયો હતો અને બાદમાં અંધારામાં ઘરે પરત ફરતો હતો ત્યારે જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલ કૂવામાં પડી ગયો હતો. લાપતા યુવકની પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ યુવકનો પતો મળ્યો ન હતો પરંતુ ગઈકાલે કુવા નજીક વેલ્ડીંગની દુકાન ચલાવતા વેલ્ડીંગના ધંધાર્થીને વાસ આવતા તેણે પોલીસને જાણ કરી હતી. જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા કુવામાંથી લાપતા થયેલા કના બામણીયાની લાશ મળી આવતા શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન પાંચ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે દારૂૂના નશામાં અંધારામાં કુવામાં પડી જવાથી મોત નીપજયુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવ અંગે જામકંડોરણા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.