For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

01:01 PM Aug 13, 2025 IST | Bhumika
દ્વારકા નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

દ્વારકામાં વિસ્તારમાં ઓખામઢી ગામે શિવ અન્નક્ષેત્ર પાછળ આવેલા પાણીના ખાડામાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાને અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસે આશરે 30 થી 35 વર્ષના અજાણ્યા યુવાનના મૃતદેહનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.

Advertisement

આ અજાણ્યા યુવાનનું કોઈ અગમ્ય કારણોસર પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યું હોવા અંગેની નોંધ પોલીસે કરી છે. આ યુવાનના મૃતદેહને જામનગરની જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂૂમમાં રાખવામાં આવ્યો છે. આ અજાણ્યા યુવાનના વાલી-વારસે દ્વારકાના પી.એસ.આઈ. પી.કે. ડાંગરના મોબાઈલ નંબર 97143 35678 અથવા દ્વારકા પોલીસના મોબાઈલ નંબર 7433975916 ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement