રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાવડીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી: ઓળખ મેળવવા તજવીજ

04:07 PM Aug 21, 2024 IST | admin
oplus_2097184
Advertisement

છાતી ઉપર યુવતીનું ટેટૂ અને હાથમાં રીન્કુ ત્રોફાવેલુ છે: વાલી વારસની શોધખોળ

Advertisement

શહેરના 150 ફુટ રીંગરોડ પર વાવડીમાં વિશ્વકર્મા રોડ પરથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. જેથી પોલીસે દોડી જઇ મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ વાવડીમાં વિશ્વકર્મા મેઇન રોડ પર આકાશ નામના કારખાના પાસેથી અજાણ્યો યુવાન (ઉ.વ. આશરે 25)ની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની છાતી ઉપર યુવતીનું ચિત્ર અને ડાબા હાથમાં અંગ્રેજીમાં રીન્કુ ત્રોફાવેલુ છે. જો કોઇ વાલીવારસ હોય તો તાલુકા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

Tags :
deathbodygujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement