ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી અજ્ઞાત પ્રૌઢનો મૃતદેહ મળ્યો
12:27 PM Jun 26, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર -1 પર ગઈકાલે 55 થી 60 વર્ષની વયના એક અજ્ઞાત પ્રૌઢ નો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવ અંગેની જાણ થતાં રેલવેના પોલીસ હેડ કોન્સ્ટેબલ માલદેભાઈ વાળા અને રાઈટર દીપુરાજ સિંહ જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને અજ્ઞાત મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમ કરાવ્યું હતું, જ્યારે તેની ઓળખ કરવા માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂૂમમાં મૂકી રાખ્યો છે. તેનું બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું અનુમાન કરાયું છે. જેના કોઈ વાલી-વારસદાર હોય તો રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ માલદે ભાઈ (99780 15024) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
Advertisement
Next Article
Advertisement