રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચાર વર્ષના બાળકની કૂવામાંથી લાશ મળી, હત્યા કરી ફેંકી દેવાયાની શંકાના આધારે તપાસ

01:11 PM Feb 24, 2025 IST | Bhumika
featuredImage featuredImage
oplus_2097184
Advertisement

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી-રામપર ગામના પાટિયા પાસે એક વાડીના કુવામાંથી આશરે 3થી 4 વર્ષના બાળકની લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ બનાવમાં કુવાડવા પોલીસે બાળકની ઓળખ મેળવવા અને ઘટનાની સત્ય હકિકત જાણવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. હાલ એરપોર્ટ પોલીસે આ મામલે રાજકોટ તેમજ સુરેન્દ્રનગર અને ચોટીલા પંથકમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને આ મામલે એફએસએલ અને ફોરેન્સીક પોસ્ટમોર્ટમનું આ બાળકનું આકસ્મીક મોત થયું કે, આ બનાવ હત્યાનો છે તે બાબત ઉપર તપાસ કેન્દ્રીત કરી છે.

Advertisement

મળતી વિગતો મુજબ રાજકોટ અમદાવાદ હાઈવે પર બેટી રામપર ગામના પાટિયા નજીક ભારત બેન્ઝ કંપનીના શોરૂમ સામે જયેશભાઈ બાંભણિયાની વાડીના કુવામાં ગઈકાલે બપોરે એક લાશ પડી હોવાની જાણ થતાં તેમણે આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લાશ બહાર કાઢવામાં આવતા આ લાશ આસરે ત્રણથી ચાર વર્ષનાબાળકની હોવાનું જાણવા મળ્યું હતું. આ બાળકની લાશ મળતા એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ સાવલિયા તથા પીએસઆઈ એસએસ જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવમાં ચાર વર્ષના બાળકની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધાની શંકા પ્રાથમિકરીતે વ્યક્ત કરવામાં આવી હોય આ મામલે મૃત્યુનું સાચુ કારણ જાણવા એફએસએલની મદદ લેવામાં આવી છે. બાળકનું ફોરેન્સીક પોસ્ટમોટર્મમ કરાવવામાં આવ્યું છે.

હાલ તો પ્રથમ આ બાળકની ઓળખ મેળવવા માટે બેટી રામ પર આસપાસનાખેત મજુરો તેમજ ચોટીલા અને સુરેન્દ્રનગર પંથકમાં તપાસ કેન્દ્રીત કરી છે. બાળક જયેશભાઈની વાડીમાં કઈ રીતે પહોંચ્યું અને તેના કુવામાંથી જે આ લાશ મળી હોય તે બાબતે આ બનાવ હત્યાનો છે કે આકસ્મીક મોતનો તેની શંકા કરવામાં આવી રહી છે. પોસ્ટમોટર્મમાં બાળકના શરીર ઉપર કોઈ ઈજાના નિશાન નહીં હોવાનું તબીબોએ જણાવ્યું છે ત્યારે આ મામલે પોલીસે કુવાડવા રોડ પરના હાઈવેના સીસીટીવી ફૂટેજ તેમજ જયેશભાઈ બાંભણિયાની વાડી આસપાસના ખેતમજુરો પાસેથી જીણવટભરી માહીતી મેળવી ઘટનાની સત્ય હકીકત જાણવા તપાસ શરૂ કરી છે.

Tags :
Childgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement