વૃધ્ધાવસ્થામાં પુત્રએ બીજા લગ્ન કરવાની ના પાડતા ઘરેથી નિકળી ગયેલા પિતાની લાશ મળી
વઢવાણના વૃધ્ધનો મૂળીના ખાખરાડી ગામની સીમમાંથી મૃતદેહ મળતા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો
સુરેન્દ્રનગરમા વઢવાણમા રહેતા વૃધ્ધને પુત્રએ બીજા લગ્ન કરવાની ના પાડતા ઘરેથી લાપતા થયેલા વૃધ્ધની મુળીનાં ખાખરાડી ગામની સીમમાથી લાશ મળી આવી હતી. વૃધ્ધનાં મોતનુ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરનાં વઢવાણમા રહેતા ગીરધરભાઇ મનસુખભાઇ સોલંકી નામનાં 7પ વર્ષનાં વૃધ્ધ ગત તા 25 નાં રોજ સવારનાં અરસામા પોતાનાં ઘરેથી નીકળી ગયા હતા જે અંગે પરીવારે પોલીસમા ગુમસુદા નોંધાવી હતી. પરીવાર અને પોલીસની તપાસ દરમ્યાન લાપતા થયેલા ગીરધરભાઇ સોલંકીનો મુળીનાં વગડીયા અની ખાખરાડી ગામની સીમમાથી મૃતદેહ મળી આવતા પરીવારમા અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. પોલીસે વૃધ્ધનાં મોતનુ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા ગીરધરભાઇ સોલંકી પાંચ ભાઇ ચાર બહેનમા નાના હતા અને તેમને સંતાનમા 3 પુત્ર અને ર પુત્રી છે. પત્ની વસુબેનનુ કોરોનામા અવસાન થયા બાદ ગીરધરભાઇ સોલંકીને બીજા લગ્ન કરવા હતા પરંતુ પુત્રએ વૃધ્ધાઅવસ્થામા બીજા લગ્ન કરવાની ના પાડતા ગીરધરભાઇ સોલંકીને લાગી આવ્યુ હતુ જેથી ઘરેથી નીકળી ગયા હતા. લાપતા થયેલા વૃધ્ધની લાશ મળી આવી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે મુળી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.