પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા અર્જુન પટોડિયાનો મૃતદેહ વડિયા પહોંચ્યો
અમદાવાદ માં પ્લેન ક્રેશની દુર્ઘટના એ સમગ્ર દેશમાંટે આધાત જનક બની છે ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ડીએને સેમ્પલ થી મેચ કરી વહીવટી તંત્રની મદદ લઇ તેમના પરિવાર જનોને સોપાવામાં આવી રહ્યા છે.અમરેલી જિલ્લાના વડિયાના વતની એવા અર્જુનભાઈ પટોડિયાનો મૃતદેહ તેમના વતન વડિયા ખાતે વહીવટી તંત્ર દ્વારા લાવી તેમના પરિવારને સોંપવામા આવ્યો હતો.
આ સમયે તેમના પરિવારની દુ:ખની આ ઘડીમાં વિવિધ સ્વામિનારાયણ મંદિરના સંતો,નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ, ડેપ્યુટી કલેક્ટર નંદા, ડિવાએસપી દેસાઈ,બગસરા મામલતદાર ભીંડી, વડિયા પીએસઆઇ ગાંગળા સહીત વડિયા મામલતદાર,ટીડીઓ અને પોલીસ સ્ટાફ સહીતના એ પરિવારને શાંત્વના સાથે શ્રદ્ધાંજલી આપી હતી.
વડિયાના કૃષ્ણપરા સ્થિત તેમના નિવાસ સ્થાને થી મેંઘ સવારી વચ્ચે યોજાયેલી સ્મશાન યાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને મૃતક અર્જુનભાઈને અશ્રુભરી આંખો એ અંતિમ વિદાઈ અપાઈ હતી. આ તકે વડિયા ગ્રામપંચાયતની અપીલથી વડિયા ગામ પણ અડધો દિવસ બંધ રહ્યું હતુ.