માણાવદરના ગણા ગામના ચેકડેમમાંથી યુવકની લાશ મળી
ચેક ડેમમાં એમપીનો યુવક બે દિવસ પહેલા ડૂબ્યો હતો, NDRFએ શોધખોળ કરી
માણાવદર તાલુકાના ગણા ગામે એક દુ:ખદ ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના 30 વર્ષીય રોહન ઉર્ફે રવિ વિશ્રામાનો મૃતદેહ બે દિવસની શોધખોળ બાદ મળી આવ્યો છે. રોહન તેના મિત્રો સાથે ગણા ગામ નજીક આવેલ ચેકડેમ પર ફરવા ગયો હતો. ચેકડેમની આસપાસ પાણીનો પ્રવાહ વધારે હોવાથી તેનો પગ લપસ્યો અને તે પાણીમાં પડી ગયો આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાથી તે તણાઈ ગયો. ઘટનાની જાણ થતા માણાવદર મામલતદાર મહેશભાઈ શુકલ, પોલીસ, ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ.
એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી વરસાદ અને ચેકડેમમાં વધેલા પાણીના કારણે શોધખોળમાં મુશ્કેલી આવી રહી હતી છતાં એનડીઆરએફની ટીમ બે દિવસ સુધી સતત પ્રયાસ ચાલુ રાખ્યો. માણાવદર મામલતદાર મહેશભાઈ શુક્લે જણાવ્યું હતું કે મૃતદેહ મળી આવ્યા બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મૃતક મૂળ મધ્યપ્રદેશના ઉમરીયા, બોરાવા ખારગાવનો રહેવાસી હતો. સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને વરસાદી મોસમમાં, નદીઓ, ચેકડેમ અને ધોધ જેવા સ્થળોએ સાવચેતી રાખવા અપીલ કરી છે.