For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતની હત્યાના બનાવમાં સાક્ષી બનેલા યુવાન ઉપર જસદણમાં હુમલો

11:31 AM Jul 31, 2024 IST | admin
સુરતની હત્યાના બનાવમાં સાક્ષી બનેલા યુવાન ઉપર જસદણમાં હુમલો

હત્યાના આરોપીને ઓળખ પરેડમાં ઓળખી નહીં શકનાર યુવાનને મૃતકના પરિવારે માર માર્યો

Advertisement

જસદણના ગંગાભુવન શેરી નં.4માં રહેતા સોની વેપારી ઉપર જસદણમાં હત્યાના આરોપીને નહીં ઓળખવા બદલ મૃતકના પરિવારજનોએ હુમલો કરતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે જેમાં હત્યાનો ભોગ બનેલા યુવાનના ભાઇ સહીત પાંચ સામે ગુનોં નોંધાયો છે.

જસદણમાં રહેતા અને વેપાર કરતા તૃષિતભાઇ ભરતભાઇ ધોરડાએ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે જસદણના તેજસ કિશોરભાઇ રાઠોડ, તેજસનો કૌટુંબીક ભાઇ લાલો, લાલાનો ભાઇ, તેજસના માતા તથા કાકા ભરતભાઇનું નામ આપ્યું હતું. ફરીયાદમાં જણાવ્યા મુજબ તૃષીતભાઇએ સુરતમાં તેજસના ભાઇ અજય કિશોર રાઠોડની હત્યા કેસ વખતે બનાવ નજરે જોયો હોય તે સાક્ષી તરીકે પોલીસમાં ફરીયાદ વખતે તેમનું નામ હતું. પોલીસે જયારે સુરતમાં અજયના હત્યારાઓને પકડી પાડયા ત્યારે ઓળખ પરેડ કરાવવામાં આવી હોય તે વખતે સાક્ષી તરીકે રહેલા તૃષીતભાઇને બોલાવ્યા હતા અને પોલીસની ઓળખ પરેડમાં આરોપીઓને ઓળખી શકયા ન હોય ત્યારથી મૃતક અજય રાઠોડના પરિવારજનો સાથે મનદુખ થયું હતું.

Advertisement

ગઇકાલે તા.30-7ના રોજ સાંજે જમીને તૃષીતભાઇ માર્કેટીંગ યાર્ડ પાસે બેસવા ગયા હતા ત્યારે ત્યાંથી તે વિંછીયા બાયાપાસ ઉપર આવેલા દ્વારકાધિશ હોટેલે જતા હતા ત્યારે રસ્તામાં તેમને તેજસ રાઠોડ સહીતના પરિવારજનોએ રોકી પથ્થરના ઘા માર્યા હતા તેમજ લાકડીથી માર માર્યો હતો. ઇજાગ્રસ્ત તૃષીતભાઇ પોતાના ભાઇને જાણ કરતા તેમની સાથે સારવાર માટે હોસ્પીટલે પહોંચ્યા હતા અને આ મામલે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement