અમેરિકામાં ઘુસણખોરી કરતાં બોટ પલટી, બે ગુજરાતી બાળકો સહિત 4નાં મોત
અમેરિકા જવાની ઘેલછામાં ગુજરાતનો વધુ એક પરિવાર દરિયામાં ડૂબી ગયો છે, ગેરકાયદેસર રીતે અમેરિકા જતા હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે ત્યારે દરિયામાં બોટે પલટી મારી હતી જેના કારણે 4 સભ્યોના મોત થયા છે, મૃતકો મહેસાણા જિલ્લાના વિજાપુરના વતની છે અને પરિવાર સાથે અમેરિકા સેટ થવા માટે જઈ રહ્યાં હતા. ત્યારે બાળકોના મોત થયા છે અને પતિ-પત્નીનો બચાવ થયો છે, તો મૃતકોમાં અન્ય 2 લોકો ગુજરાત બહારના અને બે ગુજરાતના બાળકોનો સમાવેશ થાય છે.
અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં વિજાપુરના 2 લોકોના દરિયામાં ડૂબી જવાથી મોત થયા છે, આનંદપુરાનું પરિવાર અમેરિકા ઘૂસણખોરી કરતું હતુ અને દરિયા મારફતે તેવો અમેરિકા જઈ રહ્યાં હતા ત્યારે દરિયામાં ભારે કરંટ આવતા બોટ પલટી ગઈ હતી અને દરિયામાં જ અંદર 4 લોકોના મોત થયા હતા. તો વિજાપુરના પુત્ર અને પુત્રીના મોત થયા છે અને પતિ પત્ની સીબીપીની કસ્ટડીમાં છે, પરિવાર મહેસાણાના આનંદપુરાનો હોવાનું સામે આવ્યું છે. કેલિફોર્નિયાના સેન ડિએગો પાસે બોટ દરિયામાં ડૂબી હોવાની વાત સામે આવી છે.
ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની લાલચામાં અત્યાર સુધી ઘણા લોકોના મોત થયા છે ત્યારે વધુ 2 ગુજરાતીઓના મોત થયા છે, છેક દરિયા કિનારે પહોંચેલી બોટે પલટી મારી છે, પરિવાર બોટમાંથી ઊતરે એ પહેલા પલટી મારી હતી જેમાં 2 ગુજરાતીઓ તેમજ 2 અન્ય રાજયના હતા એટલે કે કુલ મળીને 4 લોકોના મોત થયા હોવાની વાત થઈ છે. વિજાપુરના બે બાળકોની દરિયામાં શોધખોળ કરાઈ રહી છે, તો માતા-પિતા સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.