For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પરીક્ષામાં પેપર કે લીંક જેવી અફવાથી દૂર રહેવા વાલી-વિદ્યાર્થીઓને બોર્ડનું સૂચન

05:18 PM Mar 05, 2024 IST | admin
પરીક્ષામાં પેપર કે લીંક જેવી અફવાથી દૂર રહેવા વાલી વિદ્યાર્થીઓને બોર્ડનું સૂચન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનાર ધો.10 અને 12ની પરીક્ષા વિશે અફવાઓ અને બનાવટી માહિતી પ્રસારિત કરવા સામે સૂચનાઓ જાહેર કરી છે. બોર્ડે જણાવ્યું છે કે પરીક્ષા તા. 11થી26 માર્ચ દરમિયાન યોજાનાર છે. પરીક્ષાના સમય દરમિયાન અનૈતિક તત્ત્વો દ્વારા યુ-ટ્યૂબ, ફેસબૂક, વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવા અંગે અફવા ફેલાવવી અને પરીક્ષાનું પ્રશ્નપત્ર સાચું હોવાનો ખોટો દાવો કરતા હોય છે.

Advertisement

આવા તત્વો પ્રશ્નપત્રોની નકલી લિંક ફેલાવે છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા નમૂનાના પ્રશ્નપત્રમાંથી બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રમાં પ્રશ્નો હશે તેવી ખોટી માહિતી પણ રજૂ કરે તેવી શક્યતાઓ રહે છે જેથી આવી બાબતોથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ સાવધાની રાખવી જરૂૂરી છે. આવા તત્વો બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રો હોવાનો દાવો કરીને લોકો પાસેથી નાણાકીય લાભ મેળવવાની કોશિશ કરતા હોય છે.

આવા વ્યક્તિ-વ્યક્તિઓ-જૂથો-એજન્સીઓ ભોળા વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતરીને નાણાંની માગણી પણ કરી શકે. આવી બેજવાબદારીપૂર્વકની પ્રવૃત્તિઓથી વિદ્યાર્થી અને વાલી સમાજમાં મૂંઝવણ, ચિંતા અને ગભરામણ પેદા થઇ શકે છે. બોર્ડ દ્વારા આવી અફવાઓ ફેલાવનારાઓને પોલીસની મદદથી ઓળખીને તેમની સામે પગલાં લેવામાં આવશે. બોર્ડે વાલીઓને જણાવ્યું કે પરીક્ષા માટે આપનું સંતાન આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને આવા નકલી સમાચારો ફેલાવવામાં સામેલ થાય નહીં તેમજ બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન બોર્ડે નિયત કરેલ પરીક્ષા સંબંધી નિયમોનું પાલન કરે અને કોઇપણ જાતની ગેરરીતિથી અને ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં. વાંધાજનક સમાચારો સોશિયલ મીડિયા કે અન્ય કોઇપણ માધ્યમથી મળે તો બોર્ડના ઈ-મેઈલ આઈડી લતયબય ડ્ઢફળભજ્ઞક્ષિજ્ઞિંહલળફશહ.ભજ્ઞળ પર અથવા બોર્ડના ક્ધટ્રોલ રૂૂમ નંબર 9909038768/7567918968 જાણ કરવા જણાવ્યું છે. આગામી તારીખ 11 માર્ચથી ધો.10 અને 12ની બોર્ડની પરિક્ષા શરૂૂ થયાની છે ત્યારે રાજકોટ સહિત રાજ્યભરમાંથી 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. શિક્ષણબોર્ડે વિદ્યાર્થીઓ અને વાલીઓને એલર્ટ રહેવા સુચના આપતાં જણાવ્યું છે કે, અજાણી વ્યક્તિ પેપર કે લીંક આપવાની અફવા ફેલાવે તો બોર્ડનો સંપર્ક કરવો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement