રાજકોટમાં BMWના ચાલકે સ્કૂટરને 50 ફૂટ સુધી ઢસડયું: ઇજનેરી છાત્રનું મોત
આંટો મારવા નીકળેલો મારવાડી કોલેજનો છાત્ર સ્કુટર પર ઘરે જતો હતો ત્યારે કાલાવડ રોડ પર અકસ્માતની ઘટના બની
રાજકોટ શહેરમા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે ગઇકાલે રવીવારે કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ પાસે બીએમડબલ્યુ કારનાં ચાલકે પુરઝડપે કાર ચલાવી સ્કુટરનો લગભગ પ0 ફુટ સુધી ઢસ્ડયુ હતુ અને જેને કારણે સ્કુટરનાં ચાલક મારવાડી કોલેજનાં ઇજનેરી છાત્રનુ ઘટના સ્થળે મોત નીપજયુ હતુ . તેમજ કારની આગળનાં ભાગે પણ બુકડો બોલી ગયો હતો . આ ઘટનાને પગલે આજુબાજુમા લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસ આવી જતા ત્યા થયેલા ટ્રાફીક જામને કલીયર કરાવ્યો હતો. તેમજ અકસ્માત સર્જનાર બીએમડબલ્યુ કારનાં ચાલક વિરુધ્ધ તાલુકા પોલીસ મથકમા ગુનો નોંધવામા આવ્યો છે.
વધુ વિગતો મુજબ કોઠારીયા રોડ પર નંદા હોલ નજીક અર્જુન પાર્કમા રહેતા અભિષેક દેવેન્દ્રભાઇ નાથાણી (પટેલ ) (ઉ.વ. ર0 ) નામનો યુવાન પોતાનુ સ્કુટર લઇ કાલાવડ રોડ પર આટો મારવા નીકળ્યો હતો . ત્યારબાદ તે રાત્રીનાં પોતાનાં ઘરે પરત ફરતો હતો ત્યારે ક્રિસ્ટલ મોલ નજીક પુરઝડપે આવી રહેલી બીએમડબલ્યુ કાર જેનાં નં જીજે 03 એનબી 7201 હતા . તેનાં ચાલકે પુરઝડપે કાર ચલાવી સ્કુટરને ઠોકરે લેતા અભિષેક પ0 ફુટ સુધી ઢસડાયો હતો અને તેમજ તેને માથામા અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેનુ ઘટના સ્થળે મૃત્યુ નીપજયુ હતુ.
આ અકસ્માતની ઘટનામા રાત્રીનાં સમયે લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા અને ટ્રાફીક જામ થઇ ગયો હતો જેથી કોઇએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફીક કલીયર કરાવી અભિષેક પટેલનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. ત્યારબાદ મૃતકનાં પરીવારને જાણ કરવામા આવતા તેનો પરીવાર પણ સિવીલ હોસ્પીટલે પહોંચી ગયો હતો . દીકરાનાં મૃતદેહને જોઇ તેમનાં પરીવારજનોનો આઘાત લાગ્યો હતો.
મૃતક અભિષેકનાં પિતા કોઠારીયા રોડ પર બાલાજી નામની સ્ટીલ ફર્નીચરનુ કારખાનુ ધરાવે છે અને અભિષેક બે ભાઇમા નાનો હતો . તેમજ મૃતક અભિષેક મારવાડી કોલેજમા એન્જીનીયરનો અભ્યાસ કરતો હતો. તેમનાં મૃત્યુથી પરીવારજનોમા શોક છવાઇ ગયો છે તેમજ આ અકસ્માતની ઘટનામા અભિષેકનાં ભાઇ કેવલ દેવેન્દ્રભાઇ નાથાણી (ઉ.વ. ર6 ) ની ફરીયાદ પરથી અકસ્માત સર્જી અભિષેકનુ મૃત્યુ નીપજાવી ભાગી ગયેલા બીએમડબલ્યુનાં કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધવામા આવ્યો હતો આ બીએમડબલ્યુના કાર ચાલકનુ નામ આત્મન પટેલ હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
અકસ્માત એટલો ભયંકર હતો કે અભિષેકના સ્કૂટરના બે કટકા થઇ ગયા
કાલાવડ રોડ પર ગઇકાલે મધરાત્રે બનેલી અકસ્માતની ઘટનામા મારવાડી કોલેજનાં ઇજનેરી છાત્ર અભિષેક પટેલનુ ઘટના સ્થળે મોત નીપજયુ હતુ તેમજ આ ઘટનામા મૃતકનાં મોટાભાઇ કેવલ પટેલની ફરીયાદ પરથી અકસ્માત સર્જનાર બીએમડબલ્યુનાં કાર ચાલક વિરુધ્ધ તાલુકા પોલીસ મથકમા ગુનો નોંધવામા આવ્યો હતો . આ અકસ્માતની ઘટનામા જાણવા મળ્યુ કે ભયંકર અકસ્માતની ઘટનામા અભિષેકનાં સ્કુટરનાં બે કટકા થઇ ગયા હતા.