વીરવા-ઢોલરા રોડ અને જામકંડોરણામાં કાલે રક્તદાન કેમ્પ
ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી આયોજન
રાજકોટ સિવિલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડીયાની છઠ્ઠી વાર્ષીક પુણ્યતિથિ નિમિતે, તા.29-7ને મંગળવાર બપોરે 2 થી 7 વાગ્યા સુધી સિધ્ધિ વિનાયક ઇન્ડ. ઝોન ગેટ, વીરવા, ઢોલરા રોડ ખાતે તેમજ મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પમાં વીરવા-ઢોલરા- ખાંભા ગામ, સમસ્ત વીરવા- ખાંભા ઇન્ડસ્ટ્રીયલ ઝોન, જયેશભાઇ રાદડીયા પરિવાર, જામકંડોરણા ગ્રામ્ય પરિવાર, રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, રાજકોટ સિવિલ હોસ્પીટલ બ્લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા નમ્ર વિનંતી છે.કોઇના જન્મદિવસ કે સ્મૃતિરૂપે રાજકોટ સિવિલ હોસ્પીટલના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરવા, અંગદાન, દેહદાન, ચક્ષુદાન, ત્વચાદાન, થેલેસેમીયા જાગૃતિ સેમીનારનું આયોજન કરવા તેમજ જીવદયાના કોઇપણ કાર્યો માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીનો સંપર્ક કરવા વિનંતી.