ગોંડલમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
ખેડૂત આગેવાન અને માજી મંત્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ.ત્યારે ગોંડલ તાલુકા સહકારી પરિવાર તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ અને રોટરી કલબ ઓફ ગોંડલ દ્વારા પણ ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 300 બોટલ રક્ત એકત્રીત થયુ હતુ.
ગોંડલના ઉદ્યોગનગર કોમ્યુનિટી ખાતે ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ સહિતના લોકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતુ.
ઉદ્યોગનગર કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ મહારક્તદાન કેમ્પ માં રાજકીય તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓનું પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના પ્રતિનિધિ તરીકે સાવનભાઈ ધડુક,રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર પ્રવિણભાઈ રૈયાણી, ખેડૂત નેતા જગદીશભાઈ સાટોડીયા, ગોંડલ નાગરિક બેંકના ચેરમેન કિશોરભાઈ કાલરીયા, વા. ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા, નાગરિક બેંકના મેનેજીંગ ડિરેકટર પ્રફુલભાઈ ટોળીયા, માર્કેટિંગ યાર્ડના વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા,મગનભાઈ ઘોણીયા,ગોંડલ તાલુકા સંઘના પ્રમુખ કુરજીભાઈ ભાલાળા, માંધાતા ગ્રુપ ગુજરાતના સ્થાપક ભુપતભાઇ ડાભી, ગોંડલ તાલુકા પંચાયત ના પ્રમુખના પ્રતિનિધિ ભરતભાઈ ઢોલરીયા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર, કોંગ્રેસના આગેવાન યતિષભાઈ દેસાઈ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પીયૂષભાઈ રાદડિયા, હિરેનભાઈ ડાભી, લક્ષ્મણભાઈ હિરપરા, રસિકભાઈ મારકણા, જગદીશભાઈ વેકરિયા, મનુભાઈ ગજેરા સહિતના ગોંડલ તાલુકાની વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખ તથા ડિરેક્ટરો તેમજ તાલુકાના વિવિધ ગામના સરપંચો, શહેર તેમજ તાલુકા ભાજપ વિવિધ સંગઠનના હોદ્દેદારો, ખોડલધામ મહિલા સમિતિના સભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સવારના 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં 300થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવી હતી. વહેલી સવાર થી જ રક્તદાતાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવામાં જીગરભાઈ સાટોડીયા, હિરેનભાઈ રૈયાણી, અંકુરભાઈ રૈયાણી, રોટરી કલબ ઓફ ગોંડલ તેમજ સારથી ગ્રૂપના સભ્યો રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક ના ગોંડલ ઝોનલ કિરીટભાઈ માવાણી તથા તાલુકાના કર્મચારી પરિવાર તેમજ વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ શેખડા દ્વારા કરવામાં આવ્યું હતું.