અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ, HCમાં કામ ન થતા યુવકે લીધો બદલો, 3 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદમાંથી પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. સાબરમતી વિસ્તારમાં રહેતા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યકિતના ઘર પર પાર્સલ મોકલવામાં આવ્યું હતું તેના જોરદાર ઘડાકો થયો હતો. પાર્સલમાં બ્લાસ્ટની ઘટના બનતાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર વ્યક્તિ ઘાયલ થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતાં જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. એક શખ્સનું હાઈકોર્ટમાં સમયસર કામ ન થતા ક્લાર્ક સાથે બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કરાયું હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પાર્સલ આપનારી વ્યક્તિને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
જેમના ઘર પર બ્લાસ્ટ થયો તે બળદેવભાઈ સુખડીયાએ જણાવ્યું હતું કે, પાર્સલ લઈને એક વ્યક્તિ આવ્યો હતો. પાર્સલ મે મંગાવ્યું નહોતું જેથી લીધું નહોતું. પાર્સલ લઈને આવનારે કહ્યું કે, મને સુરેશભાઈએ મોકલ્યો હતો. આ દરમિયાનમાં ત્યાંથી આગ ચાલુ થઈ હતી. ત્યારબાદ જબરજસ્ત વિસ્ફોટ થયો હતો, થોડી વાર તો હું બ્લાઈન્ડ થઈ ગયો હતો અને મારા કાકા દીકરાને ઈજા થઈ ગઈ હતી. પાર્સલ લઈને આવ્યો તેના પણ હાથ ફાટી ગયા હતા. ફોન નંબર માંગ્યો તો પણ આપ્યો ન હતો. રૂપેણ નામના વ્યક્તિ પર મને શંકા છે. હું હાઇકોર્ટમાં ક્લાર્ક છું. મે રૂપેણને પાસામાં અનેક વખત છોડયો છે. આ વખતે કામ ના કર્યું એટલે આવું કર્યું છે. દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલા છે.રૂપેણ મારા 12 વર્ષથી પરિચયમાં છે.
પાર્સલ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે અમદાવાદ શહેરની પોલીસ દોડતી થઇ ગઇ છે. આ બ્લાસ્ટ કયા સંજોગોમાં થયો છે.