ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિસાવદર-કડી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા, કાલે પસંદગી

03:49 PM May 28, 2025 IST | Bhumika
Advertisement

સાંજે નિરીક્ષકો રિપોર્ટ આપશે, પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવાર થશે ફાઈનલ

Advertisement

ગુજરાતની કડી અને વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી જાહેર થઈ જતાં ભાજપે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને આજે બન્ને બેઠકો માટે ભાજપના નિરીક્ષકોએ અપેક્ષીત આગેવાનો-હોદ્દેદારો અને પદાધિકારીઓની સેન્સ લઈ બંધ કવરમાં રિપોર્ટ પ્રદેશ કાર્યાલયમાં સુપ્રત કરી દીધો છે. હવે આવતીકાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાનાર છે તેમાં બન્ને બેઠકોના ઉમેદવારોની પસંદગી કરવામાં આવનાર છે.
વિસાવદર બેઠક માટે આજે ભાજપના પ્રદેશ નિરીક્ષકો મોહનભાઈ કુંડારીયા, અમીબેન પારેખ, કમલેશ મિરાણી, તથા ડો.ગૌતમ ડોડીયાએ જૂનાગઢ કમલમ ખાતે સેન્સ લીધી હતી. આજ રીતે કડી બેઠક માટે પણ મહેસાણા ખાતે સેન્સ લેવામાં આવી હતી.

બંને બેઠક માટેના ઉમેદવારોની પસંદગી માટે ભાજપ તરફથી કવાયત શરૂૂ કરી દેવામાં આવી છે. કડી અને વિસાવદર એમ બંને બેઠકોના ઉમેદવારો નક્કી કરવા ગુરુવારે કમલમ ખાતે ભાજપ સંસદીય દળની બેઠક થશે. આ બેઠકમાં બંને બેઠકના પ્રભારી, સંયોજક અને સહ સંયોજક હાજર રહેશે. બંને બેઠક પર ઉમેદવારોની ચૂંટણી પ્રક્રિયાને લઈને બેઠક યોજાશે.

ઉલ્લેખનીય છે કે કડી વિધાનસભા બેઠક પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થતા ખાલી પડી હતી, જેના માટે પેટા ચૂંટણી ફરજિયાત બની હતી. બીજી તરફ, વિસાવદર બેઠક વિધાનસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીના રાજીનામા બાદ ખાલી પડતાં ત્યાં પણ પેટા ચૂંટણી યોજવામાં આવશે. આ બંને બેઠકો પર પેટા-ચૂંટણી માટે 26 મેના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયું અને દર વખતની જેમ ચૂંટણી પ્રક્રિયા મતદાન પહેલાંના તમામ તબક્કાઓ પ્રમાણે આગળ ધપશે. સોમવારે ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ છે.

વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે, જેના પગલે ભાજપે કડી બેઠક માટે સુરેશ પટેલ, દશરથજી ઠાકોરની પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. વિસાવદર માટે કમલેશ મીરાણી અને જયેશ રાદડિયાની પસંદગી કરવામાં આવી છે. બંને બેઠક માટે સંયોજક અને સહસંયોજકની પણ નિયુક્તિ કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકને ગુજરાતનું રાજકીય એપી સેન્ટર માનવામાં આવે છે. આ સીટ પરથી જ જીતીને ભાજપના દિગ્ગજ નેતા અને કેશુભાઈ પટેલ 1995માં પહેલીવાર મુખ્યમંત્રી બની ગાંધીનગરની ગાદી પર બેઠા હતા. આ બેઠક લેઉવા પટેલના વર્ચસ્વવાળી ગણાય છે. આ વિધાનસભામાં 2.60 લાખથી વધુ મતદારો છે, જેમાં 50% જેટલા મતદારો લેઉવા પટેલ સમાજના છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે.

Tags :
BJPElectiongujaratgujarat newsVisavadar-Kadi election
Advertisement
Next Article
Advertisement