ધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
36માંથી 24 બેઠક ભાજપે કબજે કરી, કોંગ્રેસે વોર્ડ નંબર ચારમાં બે બેઠકો પર નુકસાન કર્યું અને વોર્ડ નંબર પાંચ અને સાતની બેઠક ગુમાવી
ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવા પામ્યો છે ધોરાજી નગરપાલિકાની 36 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામોમાં 36 માંથી 24 બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને 12 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.ધોરાજી શહેરના કુલ 9 વોર્ડના 36 ઉમેદવારો માંથી વિજેતા ઉમેદવારોની યાદી આ પ્રમાણે રહી છે.વોર્ડ નંબર 1 ભાજપ પેનલ વિજેતા જેન્તીભાઈ રામજીભાઈ બાલધા, નયના બેન રણજીત ગંગડિયા, બ્રિજેશ જેન્તીભાઈ કાચા, હેતલ જયદીપ વાગડીયા વોર્ડ 2 - કોંગ્રેસ પેનલ વિજેતા કોસર સિકંદર ચૌહાણ, દામજીભાઈ લાખાભાઈ ભાષા, મહિશબાનું જબાર ગરાણા, સાબિર કાસમ ખાટકી વોર્ડ નંબર 3 કોંગ્રેસ પેનલ વિજેતા આલમ મિયાં રફીક મિયાં, નોમાન અબ્દુલ્લા ગરાણા, મરિયમ કાદર ગરાણા, વિજ્યા બેન અરવિંદ ભાઈ બગડા વોર્ડ નંબર 4 ભાજપ પેનલ વિજેતા ચિન્ટુભાઈ રણછોડભાઈ કોયાણી, ચંદ્રકાંત છગનભાઈ અંટાળા, પાયલબેન અશ્વિનકુમાર ધોળકિયા, ભારતીબેન રસિકભાઈ રાબડીયા વોર્ડ નંબર 5 ભાજપ પેનલ વિજેતા આશાબેન સુરેશભાઈ લિંબડ, કુસુમબેન વિઠ્ઠલભાઈ હિરપરા, કેતનગીરી શિવગીરી મેઘનાથી, વિજયભાઈ રામજીભાઈ અંટાળા વોર્ડ નંબર 6 કોંગ્રસ પેનલ વિજેતા ગુલાફશા ફકીર, પાર્વતી બેન કિશોરભાઈ જેઠવા, યુસુફ શોકત નવીવાલા, વલિશા સર્વદીવોર્ડ નંબર 7 ભાજપ પેનલ વિજેતા કેતન મનસુખભાઈ રાખોલીયા, નિતીનકુમાર પરબતભાઈ જગાણી, પ્રજ્ઞાબેન પ્રકાશભાઈ જેઠવા, ભાવનાબેન જીતેન્દ્રભાઈ વીરપરિયા વોર્ડ નંબર 8 ભાજપ પેનલ વિજેતા મુકેશભાઈ ભીખાભાઈ જોરીયા, વિનુભાઈ નાગજીભાઈ માથુકિયા, વૈશાલીબેન અમરીશ ત્રિવેદી, વિશાખાબેન કિશોરચંદ્ર વઘાસિયા વોર્ડ નંબર 9 ભાજપ પેનલ વિજેતા પિયુષભાઈ જેન્તીભાઈ ચવાડીયા, મહેશકુમાર વ્રજલાલ શિરોયા, સંગીતાબેન ચેતનકુમાર બારોટ, હર્ષિદાબેન ભાવેશકુમાર હિરપરા
નગરજનોનો આભાર માનું છું: ભાજપ
ધોરાજી સાહેબના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીના શાસન પર અને ઉમેદવારો પર સંપૂર્ણ વિશ્વાસ રાખી શહેરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારોને જંગી બહુમતીથી જીત અપાવી ધોરાજીના વિકાસ માટેનું શાસન ભારતીય જનતા પાર્ટીને સોંપ્યું છે જે બદલ ધોરાજીના નગરજનોનો ભારતીય જનતા પાર્ટી હતી આભાર માનું છું
ચુકાદો શિરોમાન્ય: : કોંગ્રેસ
દીનેશ વોરા ધોરાજી કોંગ્રેસને મળેલી હાર બદલ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરા એ મીડિયાને જણાવ્યું હતું કે લોક ચુકાદો શિરોમાન્ય હોય છે પરંતુ સાથોસાથ અમે ચૂંટણી પંચમાં અનેક ફરિયાદો કરી હતી તેમજ ઈવીએમ ના નંબર અને થયેલ મતદાનના આંકડાઓ અમને સ્થાનિક કક્ષાએથી આપવામાં આવ્યા નહોતા અને કયા નંબરનું ઇવીએમ છે એના વિશે પણ માહિતી આપવામાં આવી નહોતી જેથી કરી કોઈ ગેરરીતી થઈ હોવાની પૂરેપૂરી સંભાવના અમે વ્યક્ત કરી રહ્યા છીએ જે મામલે અમે ચૂંટણી પંચમાં લેખિત પણ ફરિયાદો કરેલી છે. ધોરાજી શહેરની જનતાએ કોંગ્રેસને જે સાથ આપ્યો છે અને જે ચુકાદો આપ્યો છે તેને અમે શિરોમાન્ય માનીએ છીએ.