રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તા.1 સપ્ટેમ્બરથી 45 દિવસ સુધી ચાલશે ભાજપનું સદસ્યતા અભિયાન

03:19 PM Aug 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પૂર્વ આગામી તા.1 સપ્ટેમ્બરથી ભાજપ દ્વારા 45 દિવસનું સદસ્યતા અભિયાન શરૂ કરવામા આવનાર છે અને વધુમાં વધુ લોકોને ભાજપ સાથે જોડવા માટે ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યો તેમજ સંગઠનના હોદેદારોને લક્ષ્યાંક આપવામા આવનાર છે.

ગાંધીનગર ખાતે સદસ્યતા અભિયાનને લઈને આગામી તા.21ને બુધવારે ભાજપની બેઠક મળશે અને આ બેઠકમાં તમામ ધારાસભ્યો, સાંસદો હાજર રહેશે. આ સિવાય પ્રદેશ હોદ્દેદારોની પણ બેઠક મળશે. ભાજપે સદસ્યતા અભિયાન માટે કમિટીની રચના કરી છે. ભારતીય જનતા પાર્ટીએ કૂલ 6 સભ્યોની કમિટીની રચના કરી છે અને ભાજપનું આ સદસ્યતા અભિયાન રાજ્યભરમાં 45 દિવસ સુધી ચાલશે અને અનેક લોકોને પાર્ટીના સભ્યો બનાવવામાં આવશે.

દેશમાં કૂલ બે તબક્કામાં અભિયાન યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં આ અભિયાન 1થી 25 સપ્ટેમ્બર સુધી અને બીજા તબક્કા 1થી 15 ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે અને ત્યારબાદ પાર્ટી 16 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે સક્રિય સભ્યપદ અભિયાન ચલાવશે. ત્યારે 1થી 10 નવેમ્બર સુધી પ્રાથમિક અને સક્રિય સભ્યોનું સભ્યપદ રજિસ્ટર તૈયાર કરાશે.

બીજી તરફ દેશ વ્યાપી ભાજપનું સદસ્યતા અભિયાન આગામી 1 સપ્ટેમ્બરથી શરૂૂ કરવામાં આવશે. આ વખતે પાર્ટીએ 10 કરોડથી વધુ લોકોને પોતાના સભ્ય બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. ત્યારે જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈ આ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે. દેશમાં કોઈપણ વ્યક્તિ 4 રીતથી પાર્ટીનું સભ્યપદ લઈ શકે - મિસ્ડ કોલ કરીને, ક્યુઆર કોડ દ્વારા, નમો એપથી અને ભાજપની વેબસાઈટ દ્વારા.

Tags :
BJP's membershipBJP's membership campaigngujaratgujarat news
Advertisement
Next Article
Advertisement