For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંસ્થાઓ સામે ધોકા પછાડતી મનપાના ભાજપના હોર્ડિંગ્સ સામે આંખ મિચામણાં

04:40 PM Sep 14, 2024 IST | admin
સંસ્થાઓ સામે ધોકા પછાડતી મનપાના ભાજપના હોર્ડિંગ્સ સામે આંખ મિચામણાં

સદસ્યતા અભિયાનના ભાજપના હોર્ડિંગ્સ કાયદેસર કે ગેરકાયદેસર? કોંગે્રસના પ્રશ્ર્ન

Advertisement

ભાજપની દોરવણી હેઠળ કામ કરનારા અધિકારી સામે પગલા ભરવા કરાશે માંગ: અતુલ રાજાણી

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના જગ્યા રોકાણ શાખાના કેટલાક અધિકારીઓ ભાજપની દોરવણી હેઠળ કામ કરી રહ્યા છે. અને ભાજપના હોર્ડિંગો પ્રત્યે આંખમિચામણા કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરનું સપનું થયું સાકાર આજે જ બનો ભારતીય જનતા પાર્ટીના સદસ્ય સદસ્યતા અભિયાન 2024 તેમજ સદસ્ય બનવા માટેનો મિસકોલ નંબર આપેલ છે તે પ્રકારની જાહેરાત ભાજપ દ્વારા શહેરભરમાં ધાર્મિક સ્થળો તેમજ શૈક્ષણિક સંકુલો તેમજ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર જાહેરાત કરવામાં આવી રહી છે.

Advertisement

તેની કાયદેસરતા કેટલી છે તે મ્યુનિસિપલ કમિશનર જાહેર કરે હોડિંગમાં શ્રી રામ કરતા નરેન્દ્ર ભાઈનો ફોટો મોટો છે.! રામ જન્મભૂમિનો ચુકાદો સુપ્રીમ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે. તેમ છતાં પોતે રામ મંદિર બનાવ્યું હોય તે પ્રકારનો આભાસ ઉભો કરી હિન્દુઓની લાગણી ભડકાવી સદસ્યતા બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અયોધ્યા, પ્રયાગરાજ સહિત ધાર્મિક સ્થળો પર ભાજપને જાકારો મળ્યો છે તે છેલ્લી ચૂંટણીના પરિણામો પરથી સાબિત થાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જગ્યા રોકાણની ટીમ દ્વારા હાલ શહેરમાં સામાજિક શૈક્ષણિક કે ધાર્મિક બેનરો લગાવવામાં આવ્યા છે તે બેનરો હટાવવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લાગાવાયેલા બેનરો કેટલા લાગેલા છે અને કેટલા રૂપિયા ભર્યા છે ?

તે મહાનગરપાલિકાના જવાબદારો શહેરીજનો સમક્ષ જાહેર કરે અને જો હોડીગો ગેરકાયદેસર લાગેલા હોય તો રાજકોટ શહેરના આઇવે પ્રોજેક્ટ હેઠળના ફૂટેજ મેળવી જે વોર્ડમાં આ પ્રકારના હોર્ડિંગ્સ લાગેલા હોય તે વોર્ડના જવાબદાર અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ. જગ્યા રોકાણ શાખાના જવાબદાર અધિકારી બારૈયાને ફોન કરતા તેઓ નો ફોન રિસીવ કરવામાં આવેલ નથી આ અંગે મંગળવારે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી શહેરમાં લાગેલા હોડીંગની માહિતી માગવામાં આવશે તેમ અંતમાં રાજાણી, સાગઠીયાની યાદીમા જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement