For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના 22 શહેર- જિલ્લા પ્રમુખોનું સંઘ સાથે કનેક્શન

11:23 AM Mar 07, 2025 IST | Bhumika
ભાજપના 22 શહેર  જિલ્લા પ્રમુખોનું સંઘ સાથે કનેક્શન

13 શહેર-જિલ્લા ભાજપ પ્રમુખો રિપીટ, ત્રણને સંગઠનના અનુભવ વગર મોટી જવાબદારી, 35માંથી માત્ર જામનગરમાં મહિલા પ્રમુખની નિમણૂક

Advertisement

નિરીક્ષકો નામ જાહેર કરે તે પહેલાં યાદી લીક થઇ જતા જાગેલી ચર્ચા, ભાજપમાં પણ નવો અખતરો કરાયો કે ભૂલ થઇ?

70 ટકાથી વધુ શહેર-જિલ્લા પ્રમુખો નિયુકત થઇ જતા પ્રદેશ પ્રમુખની નિમણૂકનું કાઉન્ટડાઉન શરૂ

Advertisement

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઇકાલે 35 શહેર-જિલ્લા ભાજપ પ્રમુખોના નામની જાહેરાત કરી દીધી છે. અને 6 નામો જાહેર કરવાના હજુ બાકી છે. ત્યારે ભાજપે શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત માટે નિયુકત કરેલ પ્રતિનિધિઓ નામ જાહેર કરે તે પહેલા આખી યાદી બપોરે બે વાગ્યે જ લીક થઇ જતા ભારે ચર્ચા જાગી છે. ભાજપમાં સામાન્ય રીતે આવુ થતુ નથી અને બહુ સિસ્ટમ મુજબ જ ચાલે છે. તેમ છતા યાદી લીક થઇ છે કે, ઇરાદાપૂર્વક કરાઇ હતી તે અંગે તરેહ તરેહની ચર્ચા જાગી છે.

70ટકાથી વધુ શહેર -જિલ્લા ભાજપ પ્રમુખો જાહેર થઇ જતા હવે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંકનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે અને સંભવત હોળી-ધૂળેટી બાદ નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત અધ્યક્ષપદ માટે અત્યારથી જ નામોના અનુમાન અને અટકળો શરૂ થઇ ગયા છે.

ભાજપના શહેર અને જિલ્લાના પ્રમુખોની જાહેરાત થવાની શરૂૂઆત થઈ ગઈ છે. ભાજપ દ્વારા જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરાઈ ગઈ છે. અત્યાર સુધી ભાજપના 35 જેટલા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોના નામો જાહેર કરાયા છે. પરંતું બાકીના 6 જિલ્લા શહેર ભાજપ પ્રમુખોની જાહેરાત બાકી રખાયા છે.

35 જિલ્લા શહેર પ્રમુખ પૈકી 13 જિલ્લા શહેરમાં ભાજપ પ્રમુખોને રિપીટ કરાયા છે. નવસારી, વલસાડ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રમુખો ફરી રિપીટ કરાયા છે. તો 3 શહેર જિલ્લાના પ્રમુખને સંગઠનનો કોઈ અનુભુવ ન હોવા છતાંય અપાય જિલ્લા શહેર સંગઠનની કમાન સોંપાઈ છે. મોરબીમાં જયંતીભાઈ રાજકોટિયા, વડોદરા મહાનગરમાં જયપ્રકાશ સોની, સુરત શહેરમાં પરેશ પટેલને સંગઠનનો કોઈ અનુભવ નથી. માત્ર 10 જેટલા નવા જિલ્લા શહેર પ્રમુખોને ચૂંટણીઓ લડવાનો અનુભવ છે.

અન્ય પાસા પર નજર કરીએ તો, 22 જિલ્લા શહેર પ્રમુખો સંઘ અને ભગીની સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જાહેર કરાયેલા જિલ્લા પ્રમુખો માટે એક માત્ર મહિલાને સ્થાન અપાયું છે. જામનગર શહેરમાં બીનાબેન કોઠારીને પ્રમુખની જવાબદારી સોંપાઈ છે.

સૌથી નાની ઉંમરના પ્રમુખ 35 વર્ષીય સૂરજ વસાવા તાપી જિલ્લા અધ્યક્ષ છે. સૌથી વધુ 66 વર્ષની ઉમરના ભૂરાલાલ શાહ નવસારી જિલ્લા પ્રમુખ છે.

ભાજપ બંધારણ પ્રમાણે 50 ટકા જિલ્લાઓ જાહેર થયા બાદ પ્રદેશ પ્રમુખ જાહેર થઈ શક્તા હોય છે. જેથી હવે જિલ્લા શહેર પ્રમુખો બાદ પ્રદેશ પ્રમુખની જાહેરાતને લઈને કાઉન્ડડાઉન શરૂૂ થઈ ગયું છે. હોળી ધુળેટી બાદ ગુજરાત ભાજપ ને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ.

Advertisement
Tags :
Advertisement
Advertisement