ઉપલેટામાં ભાજપે 10-10 લાખ રૂપિયા આપી કોંગ્રેસના ફોર્મ પાછા ખેંચાવ્યા : વસોયા
ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે પરંતુ આ પહેલા ભાજપ અનેક નગરપાલિકાઓ બિનહરીફ જાહેર થઈ છે ત્યારે ભાજપે આ ચૂંટણીમાં મોટો દાવ રમ્યો છે. ધોરાજી ઉપલેટા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવ બાબતે ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમણે કહ્યુ છે કે, ભાજપે ઉમેદવારોને 10-10 લાખ રુપિયા આપીને ખરીદી લીધા છે તેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.ઉપલેટામાં નગર પાલિકાની ચુંટણીમાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.ગઈ કાલે ઉપલેટા નગર પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના 5 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપ 5 સીટ પર બિન હરિફ થયું હતું ત્યારે ધોરાજી ઉપલેટા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવ બાબતએ ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
લલિત વસોયાએ જણાવ્યું કે, ચૂંટણી કામગીરીમાં ભાજપ ધોરાજી ઉપલેટા વિસ્તાર માં પોલીસ તંત્રનો બેફામ દૂર ઉપયોગ કરી રહી છે.ધોરાજી ઉપલેટામાં વર્ષોથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લોકશાહી ઢબથી યોજાતી હતી. ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ ચૂંટણી માં ખનિજ માફીયાઓ ગુંડાઓ અને પોલીસ તંત્ર નો ઉપયોગ કર્યો છે.કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ઉમેદવારોને દબાણ કરી પાછા ખેંચાવ્યાં. ધોરાજીમાં ભાજપના ઉમેદવારને ભાજપના સ્થાનિક નેતાઓએ ફોર્મ પાછું ખેંચાવ્યું . તેમણે કહ્યુ કે, ફોર્મ પાછા ખેંચવા માટે કોંગ્રેસના ઉમેદવારોને દશ દશ લાખ રૂૂપિયા આપ્યા છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ ખનિજ માફીયાઓ પાસેથી પૈસા લઈને આ ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા પૈસા આપ્યા હોવાનો વસોયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ભાજપ ચૂંટણી જીતવા દાદાગીરી કરી પોલીસનો ઉપયોગ કરી મહેન્દ્ર પાડલીયા ભાજપના ઉમેદવારને ચૂંટણી જીતવા પ્રયાસ કરે છે.