For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ લોકોના અભિપ્રાય જાણ્યા બાદ સંકલ્પ પત્ર તૈયાર કરશે: રાજુભાઈ ધ્રુવ

12:07 PM Mar 07, 2024 IST | Bhumika
ભાજપ લોકોના અભિપ્રાય જાણ્યા બાદ સંકલ્પ પત્ર તૈયાર કરશે  રાજુભાઈ ધ્રુવ
  • મોદી કી ગેરંટી અભિયાન સંદર્ભે જામનગરમાં પત્રકાર પરિષદને રાજુભાઈ ધ્રુવનું સંબોધન
  • પ્રજાજનોને પોતાના અભિપ્રાય અને સૂચન સંકલ્પ પત્રની પેટી,નરેન્દ્ર મોદી એપ, મિસ કોલ અને ઇમેલ દ્વારા આપવા અનુરોધ

લોકશાહીમાં લોકોના અભિપ્રાય અને સૂચનોનું ઘણું મહત્વ હોય છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષી આ વખતે લોકસભાની ચૂંટણી સંદર્ભે સંકલ્પ પત્ર તૈયાર કરતા પૂર્વે લોકોના સૂચનો અને અભિપ્રાય મેળવવાનું નક્કી કર્યું છે અને આ માટેની એક ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે તેમ ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જામનગરમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે દેશના તમામ રાજકીય પક્ષ પોતાનું ઘોષણા પત્ર લોકો સમક્ષ મૂકે છે. આ વખતની લોકસભાની ચૂંટણી સંદર્ભે દેશના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિક્સિત ભારતનું સપનું સાકાર થવા જઈ રહયું ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘોષણા પત્રમાં શું હોવું જોઈએ તે અંગેના સૂચનો પ્રજાજનો પાસેથી મેળવવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

Advertisement

રાજુભાઈ ધ્રુવના જણાવ્યા અનુસાર દેશના નાગરિકો પાસેથી વિક્સિત ભારતના સપનાને સાકાર કરવાના સૂચનો લેવામાં આવશે અને યોગ્ય સુચનોને ઘોષણા પત્રમાં સામેલ કરવામાં આવશે.
પત્રકારોને સંબોધન કરતા રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે હેતુ થી જન જન સુધી પહોંચવા તેમજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસીત ભારતના સપનાને સાકાર કરવાના હેતુસર જનતા પાસેથી સૂચનો લેવામાં આવશે.

રાજુભાઈ ધ્રુવ એમ પણ જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે જનતાના સુચનો માટે મોબાઇલ નંબર 9090902024 જાહેર કર્યો છે. આ નંબર પર મિસ કોલ કરી 30 સેક્ધડમાં પોતાના સુચનો નોંધાવી શકાશે. સાથોસાથ ઇ મેલ એડ્રેસ તફક્ષસફહા ાફિફિં2024બષાલીષફફિિ.ંજ્ઞલિ પર સુચનો પણ મોકલી શકાશે.લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર રજૂ કરતુ હોય છે તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે તેમના સુચનો અને તેમની જરૂૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે.

Advertisement

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાએ 26 ફેબ્રુઆરીના રોજ દિલ્લીથી આ અભિયાનની શરૂૂઆત કરાવી છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી આશરે 15 લાખથી વધુના લોકોની આશા,અપેક્ષા ભેગી કરવા આ અભિયાનની શરૂૂઆત કરવામાં આવી છે.તેમણે કહ્યું હતું કે અભિયાનમા મુખ્ય ચાર સ્વરૂૂપે લોકો પાસેથી સુચનો એકત્રીત કરવામાં આવશે. સંકલ્પ પત્રની પેટી,નરેન્દ્ર મોદી એપ, મીસ કોલ નંબર અને ઇમેલ દ્વારા સુચનો મેળવાશે. લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે જીલ્લા- મહાનગરના મુખ્ય સ્થાનો,કોલેજો સહિત સ્થળોએ સૂચન પેટી મુકાશે.

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજાને અનુરોધ કરતા રાજુભાઈ જણાવ્યું હતું કે વધુમા વધુ લોકો તેમના સુચનો મોકલે. અમે શક્ય તમામ સુચનો સંકલ્પ પત્રમા સમાવેશ કરવાનો પ્રયાસ કરીશું. આ તબ્બકે જામનગર શહેર - જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓ પાસેથી પણ સૂચનો લેવામાં આવેલ હતા.આ પત્રકાર પરિષદમાં જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, દિલીપભાઈ ભોજાણી, ડો. વિનોદ ભંડેરી, ગોપાલ સોરઠીયા, 12 લોકશભા મીડિયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર, 79 વિધાનસભા મીડિયા ઇન્ચાર્જ દીપાબેન સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement