For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિધાનસભાની પેટા ચૂંટણીમાં પક્ષપલ્ટુઓને ભાજપની ટિકિટ

03:30 PM Mar 26, 2024 IST | Bhumika
વિધાનસભાની પેટા ચૂંટણીમાં પક્ષપલ્ટુઓને ભાજપની ટિકિટ
  • પોરબંદરમાં મોઢવાડિયા, માણાવદરમાં લાડાણી, વિજાપુરમાં સી.જે. ચાવડા, ખંભાતમાં કોંગ્રેસના ચિરાગ પટેલ કમળના નિશાન પર લડશે ચૂંટણી, અપક્ષ ધર્મેન્દ્રસિંહને વાઘોડિયામાં કેસરિયા શિરપાંવ

Advertisement

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો કરનાર કોંગ્રેસના ચાર અને એક અપક્ષ ધારાસભ્યને ભાજપે ટીકીટો ફાળવી છે ધારાસભાની છ પૈકી પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. તેમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા અર્જુનભાઈ મોઢવાડિયાને પોરબંદર બેઠક ઉપર, માણાવદરમાં અરવિંદ લાડાણીને, વિજાપુરમાં સી.જે. ચાવડાને તથા ખંભાતથી ચિરાગ પટેલને ભાજપમાંથી ટિકિટ અપાઈ છે. આજ રીતે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં ભળી જનાર ધર્મેન્દ્રસિંહ ઝાલાને પણ ભાજપે ટિકિટ આપી દીધી છે.

જ્યારે વિસાવદર ધારાસભાની બેઠકનો વિવાદ હાઈકોર્ટમાં હોવાથી આ બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ નથી આ બેઠક પણ આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી ભાજપમાં જોડાયા હોવાથી ખાનગી પડી છે.ભાજપે જાહેર કરેલા વિધાનસભાના તમામ પાંચ ઉમેદવારો પક્ષપલટો કરીને આવેલા હોવાથી ભાજપમાં સોંપો પડી ગયો છે અને પેટાચુંટણીમાં ટિકિટની રાહ જોઈને બેઠેલા ભાજપના નેતાઓ નિરાશ થયા છે.

Advertisement

ભાજપે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે. ચોંકવનારી બાબત એ છે કે, ભાજપે પક્ષપલટો કરીને આવેલા કોંગ્રેસી નેતાઓને આ બેઠકો પર ટિકિટ આપી છે. ભાજપે છેલ્લા ત્રણ મહિનામાં કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારોને પેટાચૂંટણીમાં ટિકિટ આપી છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વીજાપુરથી સી.જે.ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ આપવામા આવી છે. જે બતાવે છે કે ભાજપે આખરે વચન પાળ્યું છે. ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઇ છે.
ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેએ લોકસભાની ચૂંટણી યોજાશે. તો 4 જૂને મતગણતરી થશે. આ સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામા આવી છે. ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. વિસાવદર બેઠકનો મામલો કાયદાકીય દાવપેચમાં ગૂંચવાયેલો હોવાથી આ બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરાઈ નથી.

બીજી તરફ, ચૂંટણીની જાહેરાત છતાં ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ બાકી છે. કોંગ્રેસનું કોકડું હજી સુધી ગૂંચવાયેલું છે. સૌરાષ્ટ્રની 3 સહિત લોકસભાની 7 બેઠક પર કોકડું ગૂંચવાયું છે. કોંગ્રેસે 7 બેઠકો પર હજુ પણ ઉમેદવાર જાહેર કર્યા નથી. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં ઉમેદવાર જાહેર નથી કર્યા, તો વડોદરા અને અમદાવાદ પૂર્વમાં ઉમેદવારની જાહેરાત પણ બાકી છે. નવસારીમાં કોંગ્રેસે ઉમેદવાર જાહેરાત બાકી છે. ભાજપે પેટાચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે, ત્યારે કોંગ્રેસના હજી કોઈ ઠેકાણા દેખાતા નથી.

હિમાચલમાં પણ કોંગ્રેસના 6 બળવાખોરોને ટિકિટ
રાજકીય નિરીક્ષકો દ્વારા અપેક્ષિત ગણતરીના પગલામાં, ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ)એ હિમાચલ પ્રદેશમાં આગામી પેટાચૂંટણી માટે કોંગ્રેસના બળવાખોરોને ટિકિટ આપી છે. ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ એકસાથે થનારી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને છ વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી છે. અપેક્ષા મુજબ, તમામ પસંદ કરાયેલા ઉમેદવારો કોંગ્રેસ પક્ષપલટોની શ્રેણીમાંથી બહાર આવે છે, જે ભાજપ દ્વારા તેના પોતાના ચૂંટણી લાભ માટે વિરોધ પક્ષની અંદર અસંતોષનો ઉપયોગ કરવાની ઇરાદાપૂર્વકની વ્યૂહરચના સૂચવે છે. સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજીન્દ્ર રાણા, ઈન્દ્રદત્ત લખનપાલ, ચૈતન્ય શર્મા અને દેવેન્દ્ર કુમાર ભુટ્ટોને પોતપોતાના મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે નામાંકિત કરવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી વખતે બાગી ધારાસભ્યોએ પક્ષના સત્તાવાર વિરુદ્ધ મતદાન કર્યુ હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement