રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય

11:50 AM Sep 16, 2024 IST | admin
Advertisement

જયરાજસિંહ જાડેજા પ્રેરિત પેનલે ભગવો લહેરાવ્યો : યતિશ દેસાઈની પેનલનો સફાયો

Advertisement

ગોંડલ નાગરિક બેંક ની હાઇવોલ્ટેજ ડ્રામા સમી ચુંટણી નું પરીણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલ નાં તમામ અગીયાર ઉમેદવારો નો જ્વલંત વિજય થયો છે.જ્યારે કોંગ્રેસ નાં યતિષભાઈ દેસાઈ ની પેનલ ની ધોબી પછડાટ સાથે કરારી હાર થઇ છે.ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર ની ડીપોઝીટ ડુલ થઇ છે. ભાજપ ની પેનલ નો જયજયકાર થતા સમર્થકો એ ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી વિજય ને વધાવ્યો હતો. હાલ જુનાગઢ ની જેલ માં રહેલા જયરાજસિહ નાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નો વિજય થતા ગુજરાત નાં સહકારી ક્ષેત્ર માં જેલમાં રહી ચુંટણી જીતવાની પ્રથમ ઘટના બનીછે.

સમગ્ર ગુજરાત ની જેના પર મીટ મંડાઇ હતી તેવી ગોંડલ ની નાગરિક બેંક ની ચુંટણી ની મતગણતરી રાત્રીનાં 8:30 કલાકે શરુ થઈ હતી.મત ગણત્રી ની શરુઆત થીજ ભાજપ પ્રેરીત પેનલ નાં તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા.આજે વહેલી સવારે પરીણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલ નો વિજય થયો હતો.ચુંટણીનું પરિણામ જોતા મતદારો એ વાદવિવાદ ને બદલે વિકાસ ને પસંદ કર્યા નું સ્પષ્ટ થયુ છે.આ સાથે જયરાજસિહ જાડેજાનુ રાજકીય વર્ચસ્વ બરકરાર રહેવા પામ્યુ છે.તો સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોકભાઈ પીપળીયા કીંગમેકર સાબીત થયા છે.છેલ્લા ચાર વર્ષ માં ચેરમેન અશોકભાઈ પીપળીયાએ નાગરિક બેંક ને વિકાસ ની ટોચ પર પંહોચતી કરી કુશળ વહીવટ દાખવ્યો તે ભાજપ ની જીત નો ટર્નીગ પોઇન્ટ બન્યો છે.ચુંટણીમાં આમ જોઈએ તો જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નું રાજકીય લોંચીંગ થયુ છે.જેલ માં હોવા છતા જીત મેળવી તેમણે નવો રાજકીય આયામ સર્જ્યો છે.

ચુંટણી પરીણામ પર નજર કરીએ તો ભાજપ પ્રેરીત પેનલનાં અશોકભાઈ પીપળીયાને 6327,હરેશકુમાર વાડોદરીયા ને 6000,જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)ને 5999,ઓમદેવસિંહ જાડેજા ને 5947,કિશોરભાઈ કાલરીયા ને 5795,પ્રહલાદભાઇ પારેખને 5767, પ્રમોદભાઇ પટેલને 5767,પ્રફુલભાઈ ટોળીયાને 5481,ભાવનાબેન કાસોંદરાને 6120,નીતાબેન મહેતા ને 5893 તથા દિપકભાઈ સોલંકી ને 5738 મત મળ્યા છે.કોંગ્રેસ પ્રેરીત નાગરિક સહકાર સમિતી નાં યતિષભાઈ દેસાઈને 3527, કલ્પેશભાઈ રૈયાણીને 3095, લલીતભાઈ પટોળીયાને 3063, જયદીપભાઇ કાવઠીયાને 3031, સંદીપભાઈ હીરપરા ને 2892, રમેશભાઈ મોણપરાને 2875, વિજયભાઈ ભટ્ટને 2807, કિશોરસિહ જાડેજાને 2800,ક્રીષ્નાબેન તન્નાને 3335,જયશ્રીબેન ભટ્ટી ને 3011 તથા જયસુખભાઇ પારઘી ને 2868 મત મળ્યા છે.જ્યારે અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાને માત્ર 195 મત મળતા તેમણે ડીપોઝીટ ગુમાવી છે.

મતગણતરી ને લઈ ને કડવા પટેલ સમાજ માં 30 બુથ ઉભા કરાયા હતા.ચુંટણી અધીકારી જે.બી.કાલરીયા નાં માર્ગદર્શન હેઠળ નાગરિક બેંક નાં 55 કર્મચારીઓ, 90 શિક્ષકો તથા 30 માર્કેટ યાર્ડ નાં કર્મચારીઓ ને કામે લગાડયા હતા. ચુંટણી ઉતેજનાત્મ બની રહી હોય કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે એક ડીવાયએસપી,બે પીઆઇ, અગીયાર પીએસઆઇ, 180 પો.કોન્સ્ટેબલ, એલસીબી, એસઓજી તથા હોમગાર્ડ સહિત નો બંદોબસ્ત ગોઠવાયો હતો. જીલ્લા પોલીસ વડા રાઠોડે પણ મતદાન મથક ની મુલાકાત લીધી હતી.એકંદરે શાંતીપુર્ણ ચુંટણી યોજાઇ હતી.

Tags :
BJPgondalgondalnewsgujaratgujarat newsrajkot news
Advertisement
Next Article
Advertisement