દિલ્હીમાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન, ગુજરાતના નેતાઓનો જમાવડો
- દેશભરમાંથી ભાજપના સાંસદો-ધારાસભ્યો, પક્ષના અપેક્ષિત નેતાઓની હાજરીમાં લોકસભાનો ચૂંટણીશંખ ફૂંકશે નડ્ડા-મોદી
આગામી લોકસભાની ચૂંટણીના પગલે ભાજપની ગાડી ટોપ ગિયરમાં પડીગઈ છે. અને ભાજપના તાલુકા કક્ષાના નેતાથી માંડી રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સુધી પ્રચારમાં ઉતરી ગયા છે. આજે દિલ્હી ખાતે આજથી બે દિવસ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો છે. ત્યારે દેશભરના ભાજપના સાંસદો ધારાસભ્યોથી માંડી તાલુકા સ્તરના હોદ્દેદારો અને પદાધિકારીઓનો મેળાવડો જામ્યો છે.
આ અધિવેશનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા વડાપ્રધાન મોદી સંબોધન કરી લોકસભાનીચૂંટણીનો શંખનાદ ફુંકનાર છે. ગુજરાતમાંથી પણ કુલ 28 જેટલી અપેક્ષિત શ્રેણીના હોદેદારો-પદાધિકારીઓ આ અધિવેશનમાં પહોંચ્યા છે. આજે સવારે 11 વાગ્યે શરૂ થયેલ આ રાષ્ટ્રીય અધિવેશન રવિવારે બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલનાર છે. અને તાલુકાસ્તર સુધીની ચુંટણી પ્રચારની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામા આવનાર છે.
ગુજરાતમાંથી આ અધિવેસનમાં ભાજપના તમામ ધારાસભ્યો-સાંસદસભ્યો ઉપરાંત પક્ષના રાષ્ટ્રીય કારોબારીના સભ્યો, મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાષ્ટ્રીય પરિષદના સભ્યો, પ્રદેશ કોર ટીમના સભ્યો, પદેશ શિસ્ત સમિતિના સભ્યો, પ્રદેશ આર્થિક વ્યવસ્થાપન સમિતિ, પ્રદેશ ચુંટણી સમિતિ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષો, પ્રદેશના પદાધિકારીઓ, વિવિધ મોરચાના પ્રદેશપ્રમુખ, મહા મંત્રીઓ, પ્રદેશ મુખ્ય પ્રવકતા, પ્રદેશ કનવીનર મીડિયા, પ્રદેશ ક્ધવીનર સોશિયલ મીડિયા, પ્રદેશ કનવીનર આઈ.ટી. વિભાગ અપેક્ષિત શ્રેણીમાં આપે છે.
આ સિવાય વિવિધ સેલના પ્રદેશ ક્ધવીનર, જિલ્લા-મહાનગરના પ્રભારીઓ, જિલ્લા મહાનગરોના પ્રમુખો, પૂર્વ સાંસદો, જિલ્લા પંચાયતો-તાલુકા પંચાયતો, નગરપાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખો, મહાનગરપાલિકાઓના મેયર-ડેપ્યુટી મેયર, કલેક્ટર લોકસભા પ્રભારી, લોકસભા બેઠકના પ્રભારી સંયોજક અને વિસ્તારક સહિતનાઓને અધિવેશનમાં હાજર રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાંથી તમામ ધારાસભ્યો-સાંસદો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, ઉપાધ્યક્ષો, ડો. ભરત બોઘરા, તમામ પ્રધાનો તેમજ રાજકોટમાંથી ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ઉદય કાનગડ, જયેશ રાદડિયા, ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે.