ચૂંટણી પહેલાં ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપતા રાજકારણમાં હડકંપ, મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષને કર્યો ઈ-મેઈલ
લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપને ઝટકો લાગ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે.વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે. છેલ્લા ઘણા સમયથી તેઓ પક્ષથી નારાજ હતા. કેતન ઈનામદારનું અચાનક રાજીનામાથી રાજકારણ ગરમાયુ છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે. પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્ય પદ પરથી રાજીનામું કહી શકાય નહીં. હાલ અધ્યક્ષને રુબરું રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નથી. જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં. કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમાં મોટા કરાતા હોવાનો કેતન ઈનામદારનો આરોપ છે. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, હું રંજનબેન ભટ્ટને સપોર્ટ કરું છું.
ગુજરાતમાં રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે ત્યારે હવે વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સોમવારે મોડી રાતે તેમણે રાજીનામું આપ્યું છે જો કે વિગતો મુજબ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજીનામું સ્વીકાર્યું નથી. તેમણે રાજીનામું આપતા જણાવ્યુ છે કે, અંતર આત્માને માન આપીને રાજીનામું આપ્યું છે.
ભાજપે લોકસભા ચૂંટણી માટે બે યાદી જાહેર કરી છે જેમાં વડોદરામાં રંજનબેનને ટિકિટ મળતા જ શહેર અને જિલ્લા ભાજપમાં નારાજગી જોવા મળી હતી. રંજનબેનને ટિકિટ મળતા વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન નારાજ થયા હતા. જો કે ભાજપને તેને સસ્પેન્ડ કરી દીધા હતા. કોંગ્રેસના નેતાઓની ભાજપમાં ભરતીથી કેતન ઈનામદારે નારાજ થઈને રાજીનામું આપી દીધાની પણ ચર્ચા થઈ રહી છે.