રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાંજે દિલ્હીમાં ભાજપની બેઠક, મુખ્યમંત્રી અને પાટીલને તેડું

05:53 PM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થયા પહેલા ભાજપ દ્વારા ગુજરાતની 26 પૈકી 22 બેઠકોના ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા હતાં ત્યારે મહેસાણા, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકોના તેમજ વિજાપુર, પોરબંદર, બાયડ, વાઘોડીયા તથા માણાવદર ધારાસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો આજે દિલ્હી ખાતે યોજીાનાર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નક્કી થનાર છે અને મોડીરાત્રે અથવા આવતીકાલ સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી શકયતા છે.

આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકના પગલે ફરી એક વખત મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને દિલ્હીનું તેડુ આવતાં બન્ને નેતાઓ દિલ્હી પહોંચ્યા છે.
બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હજુ સુધી 26માંથી માત્ર 9 બેઠકોના ઉમેદવારો જાહેર કરી શકેલ છે ત્યારે આ અઠવાડિયામાં જ કોંગ્રેસના બાકીના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવનાર છે. આમ આદમી પાર્ટીએ તેના ભાગની ભાવનગર અને ભરૂચ બેઠકનાં ઉમેદવારો જાહેર કરી ચુકી છે. જ્યારે કોંગ્રેસે સાત ઉમેદવારો જાહેર કર્યા છે અને 17 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.

Tags :
BJPgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement