ભાજપના નેતાઓની હિસ્ટ્રી ગુંડાગીરીની, લિસ્ટ હું આપીશ: ઇન્દ્રનીલને સૂરાતન ચડ્યું
રાજકોટ 68 ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ દેખાડાનો દરબાર, લુચ્ચાઈનું પ્રતિક, બુટલેગરીનો ધંધો ગુંડાઓ નું ઘર, લોકોને છેતરવાનું મશીન બની ગયું છે. શાસક પક્ષના આદેશથી રાજ્યભરમાં ગુંડાગીરી બેકાબૂ બની છે. બુટલેગરો, ગુંડાઓ, ભૂ માફીયાઓ, ભ્રષ્ટાચારીઓ સત્તાધિશોની સીધી દોરવણી હેઠળ કામ કરી રહ્યા છે. તેવા આકરા પ્રહાર કર્યા છે.
ભાજપ માં જ ગુંડાઓ બુટલેગરો ભ્રષ્ટાચારી નું ઘર છે તેના પ્રશ્ને શું કરવા માંગે છે તેની સ્પષ્ટતા પણ ગ્રહ મંત્રીએ કરી હોત તો સરકાર લોકોના હિતમાં કામ કરે છે તેવું લાગશે. ભાજપ સરકારના આવા સુફિયાણા નિવેદનો સતત આવતા રહેતા હોય છે પરંતુ તેનો અમલ ભાજપના રાજકીય લાભ પૂરતો સીમિત છે જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી ગુંડાઓને દબાવી ભાજપમાં ભેળવી તેઓ દ્વારા દબાણપૂર્વકના મતો મેળવવાનું કામ કરે છે ગ્રહ મંત્રી સાથે જાહેરમાં ચર્ચા કરવાનો અવસર મળશે તો આખા ગુજરાતમાં ભાજપના લોકસભા, ધારાસભા, પંચાયત, કોર્પોરેશન ના સભ્યોનું કે જેઓ નો ઇતિહાસ ગુંડાગીરીનો રહ્યો છે તેનું લીસ્ટ આપીશ.
ભાજપ ભ્રષ્ટાચાર અને મત માટે ગુંડાઓનું ઘર બની ગયું છે દેશમાં બિહાર રાજ્ય અસામાજિક લોકોનું ઘર હતું કારણ કે આવા ગુંડાઓ અને અસામાજિક લોકોને સરકાર પોલીસ દ્વારા બચાવ કરાવતી હતી ગુજરાત પોલીસ કર્મીઓને અંગત રીતે કોઈ નાગરિક પુછશે તો ખબર પડશે કે દાયકાઓથી ભાજપ સરકાર પોલીસ દ્વારા દારૂૂના ધંધા ગુંડાઓને બચાવવાનું કામ કરી રહી છે મોદીજીના મુખ્યમંત્રી કાર્યકાળથી આજ સુધીમાં અનેક નિષ્ઠાવાન ઈંઙજ અધિકારીઓને કે જેઓ કાયદાના પાલનના આગ્રહી હતા તેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જેલમાં નાખ્યા નબળી જગ્યા પર બદલી કરી તેવા નિષ્ઠાવાનના પેન્શન અટકાવવાના અનેક દાખલાઓ આ સરકારમાં છે.
રાજ્યના ગૃહ મંત્રી રાજ્યમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને ખાડે ગયેલ કાયદા કાનૂન બાબતમાં સરકારને બગડેલ આબરૂૂ પર ઢાંકપિછોડો કરવા માંગે છે. બે પાંચ ગુંડાઓ જે ભાજપના કહ્યામાં ન હોય તેવા લોકો પર કાર્યવાહી કરી કાયદા અમલનો લોક પૈસે ખર્ચ કરી ઢંઢેરો પિટાવશે તે નક્કી છે સરકાર આમ નાગરિકને બેધડક ન્યાય માટે પોલીસ સ્ટેશન જઈ શકે તેવું ભાજપની સરકારમાં નામુમકીન છે ગુંડાઓથી ભરેલ સરકાર પોલીસ ઈચ્છે તો પણ કામ કરવા દેવા માગતી ન હોય ત્યારે લોકોને સમજવાની જરૂૂર છે.
સરકારી અધિકારીઓ અને પોલીસ દ્વારા ભ્રષ્ટાચારમાં ડૂબેલ ભાજપ સરકાર પાસે ખોટી અને મોટી વાતોની અપેક્ષા રાખી શકાય ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય પણ લોક ઉપરાણું લઈ શકતા નથી ભાજપમાં રહેલા સારા સભ્યોને પણ ચુપ રહેવું પડતું હોય છે ત્યારે ગ્રહ મંત્રીની આવી સુફિયાણી વાતો નો મતલબ નથી. ગ્રહ મંત્રીને ઈશ્વરના સોગંદે પૂછીશ કે લોક પ્રતિનિધિ સામાન્ય હોય તે પણ નથી બોલી શકતા પરંતુ મુખ્યમંત્રી પણ તેમની ઈચ્છા મુજબ આ ડબલ એન્જિનની સરકારમાં બોલી શકે છે ખરા ?.