કેશોદના અજાબમાં ભાજપના નેતાઓને ફરમાવાઇ પ્રવેશબંધી
અજાબ તાલુકા પંચાયતના મહિલા સભ્ય એ ગ્રાન્ટ ફાળવવામાં થતી વ્હાલા દવલાની નીતિને કારણે ભાજપ તાલુકા પંચાયત ના સદસ્ય તરિકે રાજીનામું આપતો પત્ર જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખને પાઠવતાં સ્થાનિક રાજકારણમાં ગરવાઈ ગયુ છે.
બે દિવસ અગાઉ જીલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અને જીલ્લા પંચાયતના સભ્યની ઉપસ્થિતિમાં એક અજાબ ગામે મીટીંગ મળી હતી તેમાં વિકાસ કામોને લયને તેમજ ભાજપમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને ભારે હોબાળો થયો હતો અને ગામમાં ભાજપના આગેવાનો એ પ્રવેશ ન કરવો તેવા બેનર પણ જાહેરમાં લાગ્યા હતા ત્યારે આ તમામ ધટના બની ગયા બાદ ગયકાલે અજાબ તાલુકા પંચાયતના મહિલા સભ્ય હષોબેન નિલેશભાઈ અધેરા એ પોતાનું રાજીનામા અંગેનો પત્ર જીલ્લા પંચાયતના પ્રમુખને મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે અને તેમાં તેઓએ જણાવ્યું છે કે છેલ્લાં એક વર્ષથી મારી રજૂઆત છતાં મારા પ્રશ્ર્નો બાબતે કોઈ ધ્યાન અપાતું નથી અને એટીવીટી ગ્રાન્ટ તેમજ ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટની ફાળવણી કરવામાં પણ વ્હાલા દવલાની નિતી રાખવામાં આવે છે જેથી હું ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય તરિકે રાજીનામું આપું છું તેમ આ પત્રમાં તેઓએ જણાવ્યું છે ત્યારે હાલતો અજાબ ગામની મીટીંગમાં થયેલો ભટકો ગંભીર રૂૂપ ધારણ કરી રહીયો હોય તેમ જાણવા મળે છે.