ઉપલેટા ટોલ પ્લાઝાના કોન્ટ્રાકટર પર ભાજપના આગેવાનનો હુમલો
- પેટા કોન્ટ્રાકટના નાણાં બાબતે ડખો થતાં સ્થાનિક ભાજપ જૂથના કાર્યકરોએ કંપનીની 18 વાહનોની લૂંટ ચલાવી ફાર્મહાઉસમાં રાખી દીધા : કંપનીના અધિકારીને વાહનો લેવા બોલાવી માર મારી ધમકી આપી
જેતપુરથી પોરબંદર સુધી ટોલપ્લાઝા માટે નેશનલ હાઈવે ઓથોરીટીએ આપેલા મુખ્ય કોન્ટ્રાક્ટરે માત્ર રૂૂટીન મેઇન્ટેનસ માટે રાજસ્થાનની કંપનીને કોન્ટ્રાકટ બાદ રાજસ્થાનની કંપનીએ ઉપલેટાના સ્થાનિક શખ્શોને પેટા કોન્ટ્રાકટ આપી દીધો હતો. પણ રાજસ્થાનની કંપનીએ ઉપલેટાના શખ્શોને વેતન, પૈસા ન આપતા ગિન્નાયેલા માથાભારે શખ્શોએ ટોલપ્લાઝાના મૂળ કોન્ટ્રાકરના કરોડોના વાહનોની લુંટ ચલાવી હોવાની ફરિયાદ પોલીસ દફ્દરે અરજી સ્વરૂૂપે કરાતા ચકચાર જાગી છે.
આ બનાવ અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મુળ રાજસ્થાનના અને હાલ ઉપલેટા જુની સર્વોદય પ્રાથમિક શાળા પાસે રહેતાં નેશનલ હાઈવે પ્રોજેકટ કંપનીના હેડ અજયસિંહ અમરસિંહ ઠાકોર (ઉ.43)એપોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પોતાની જ કંપનીના કર્મચારી મામરાજ ગુર્જર તેમજ ઉપલેટા ભાજપના આગેવાન જયસુખભાઈ, જગુભાઈ સુવા, રાજનભાઈ સુવા, યોગેશભાઈ સુવા, ભાવેશભાઈ સુવા અને બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
બીજીબાજુ ત્રણ ચાર દિવસ દરમિયાન આ મુખ્ય કંપનીના બહુ અગત્યની એવી મશીનરી અને વાહનો કે જે રોડ ઉપર કામ કરતા હોય છે, સમારકામ કરતા હોય તેવા 18 જેટલા વાહનો ઉપલેટાના અમુક માથાભારે શખ્શોએ ગેરકાયદેસર રીતે લુંટ કરીને જપ્ત કરી લીધા છે. મુખ્ય કંપનીના સેકંડ હેડનું કહેવું છે કે કરોડોના વાહનો ઉઠાવી જનાર સાથે મુખ્ય કમ્પનીને કોઈ લેવા દેવા નથી.
હકીકતમાં ટોલટેક્સ સંભાળનાર મુખ્ય કંપનીએ રાજસ્થાનની એક કંપની છે જેમને રૂૂટીન મેઇન્ટેનસનું કામ કરાર પ્રમાણે અપાયું હતું. અને આ રાજસ્થાનની કંપનીએ ઉપલેટાના અમુક માથાભારે શખ્શો છે તેઓને પેટામાં કામ આપી દીધું હતું. હવે બન્યું એવું કે રાજસ્થાનની કંપનીએ ઉપલેટાના શખ્શોને પેમેન્ટ ન કર્યું એટલે માથાભારે શખ્શોએ મૂળ કંપનીના વાહનો અને મશીનરી જપ્ત કરીને ફાર્મ હાઉસમાં રાખી દેતા રાબેતા મુજબના મેઇન્ટેનસ કામમાં બહુ હાલાકી ઉભી થતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ટોલટેક્સ સુત્રોએ કહ્યું કે તા. 1 ની રાત્રીના રાજસ્થાનની કંપનીના મામરાજ નામના શખ્શે ફોન કર્યો હતો કે અમારી સમસ્યા હલ થઇ ગઈ છે હવે તમારા વાહનો લઇ જાઓ. ત્યારે ટીમ સાથે વાહનો લેવા ગયા ત્યારે ઉપલેટાના સાતથી આઠ માથાભારે શખ્શોએ લાકડી અને પાઈપથી હુમલો કરી દેતા ઈજાગ્રસ્ત સ્ટાફને હોસ્પીટલે સારવાર માટે લઇ જવાયા હતા.ઈજાગ્રસ્ત યુવાને પોલીસને આપેલી વિગતોમાં હુમલાખોરો ઉપલેટા ભાજપ સાથે જોડાયેલા હોવાનો એટલે કે ઉપલેટા નગર પાલિકાના પૂર્વ પ્રમુખના ભાઈ અને તેમના ખીલે કૂદતા પાલતું માણસો હોવાનો આક્ષેપ કર્યો છે. એટેલે કહેવાનું તાત્પર્ય એ છે કે, ભાજપના જ માણસોએ ઉપલેટા શહેર અને પંથકમાં રીતસરની ગુંડાગીરી શરુ કરી છે. પરિણામે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દુર કરવા મથતી સરકારના આશય પર પાણી ફરી ગયું હોવાનું સાબિત થતું હોવાના આક્ષેપો થયા છે.