ભાયાવદરમાં સમ્પના કામમાં ભ્રષ્ટાચારના બેફામ આક્ષેપ કરતાં ભાજપ આગેવાન
નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ ભાજપના આગેવાન દ્વારા સનસનાટી ભર્યા આક્ષેપ
ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકા દ્વારા 3 કરોડ 92 લાખના ખર્ચે પાણીનો સંપ બનાવામા આવેલ. આ સંપમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા સ્થાનિક ભાજપ આગેવાન. ચીફ ઓફિસરે આક્ષેપને પાયા વિરોણો ગણાવેલ.
ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકાએ કરોડો રૂૂપિયાના ખર્ચે પીવાના પાણી માટે બનાવેલ સંપનો કોન્ટ્રાક્ટ મારૂૂતિ એન્ટર પ્રાઈઝ નામની એજન્સીને આપેલ છે ત્યારે ભાયાવદરના કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ એક આગેવાન નયનભાઈ જીવાણી કે જે ભાયાવદર નગરપાલિકાના કોંગ્રેસની અગાઉની બોડીના પૂર્વ પ્રમુખ હતા જેમણે આક્ષેપ કર્યો છે કે આ સંપ બનાવવાની કામગીરી ચાલુ છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ છે.
જેમાં રેતી, કાંકરી અને લોખંડમાં લોલમલોલ ચલાવવામાં આવેલ છે તેવો આક્ષેપ કરી ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજુઆત કરાઈ હતી અને તેને લઇને આર સી એમ ના અધિકારીઓએ આ આગેવાનની રજુઆતને આધારે હાલ કામ બંધ કરવામાં આવેલ છે અને આ નયનભાઈ જીવાણી અને અન્ય આગેવાનના સંપની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ છે જેને લઈને ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર ડી. એન. કંડોળીયાના જણાવ્યા મુજબ ભાયાવદર નગરપાલિકાએ જે સંપ બનાવેલ છે તે લોકોની સુખાકારી માટે બનાવેલ છે અને જે આક્ષેપ કરવામાં આવેલ છે તે પાયા વિહોણા છે તેમ જણાવેલ હતુ. તેમ છતાંય જો આગેવાનના આક્ષેપ અને રજુઆતને લઈને આર સી એમ ના એન્જીનીયર સ્થળ મુલાકાત કરી તમામના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ભાયાવદર નગરપાલિકામાં હાલ વહિવતદાર શાસન હોય હવે જોવાનુ એ રહયુ કે ભાયાવદરના આગેવાનોનો આક્ષેપ સાચા કે નગરપાલિકા તંત્ર એ તો આવનાર સમયે જ ખબર પડશે, પણ આ આક્ષેપ અને પ્રત્યાક્ષેપને લઈને હાલ ભાયાવદરનું રાજકારણ ગરમાયુ છે.