For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કડી ભાજપને કોઇની નજર લાગી ગઇ: નીતિન પટેલ, નીતિનભાઇ જ જાણે કોની નજર લાગી: કરશનભાઇ

11:28 AM Dec 07, 2023 IST | Sejal barot
કડી ભાજપને કોઇની નજર લાગી ગઇ  નીતિન પટેલ  નીતિનભાઇ જ જાણે કોની નજર લાગી  કરશનભાઇ

39 વર્ષમાં પહેલીવાર કડી માર્કેટયાર્ડની ચૂંટણીથી રાજકારણ ગરમાયું છે. જે ચાર દાયકામાં ન થયું, તે પહેલીવાર કડી માર્કેટયાર્ડમાં થયું. ચાર દાયકાથી ભાજપના વર્ચસ્વ સાથે સતત બિનહરીફ રહેલા કડી માર્કેટ યાર્ડમાં પહેલીવાર ચૂંટણી થતા રાજકારણ ગરમાયું છે. કડી માર્કેટયાર્ડની ચૂંટણી હવે નાટકીય વળાંક લઈ રહી છે. 39 વર્ષમાં પહેલીવાર કડી માર્કેટયાર્ડમાં ચૂંટણી થતા નીતિન પટેલે કહ્યું કે, કડી ભાજપને કોઈની નજર લાગી છે. જયારે નીતિન પટેલના આ નિવેદન સામે ભાજપના ધારાસભ્ય કરસનભાઈ પટેલે સણસણતો જવાબ સંભળાવ્યો છે.
નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે, હું કડી યાર્ડનો ચેરમેન નહી બનું આ પદ પર કોઇ કોઈ ખેડૂત જ આવશે. એટલું જ નહીં, અહીં નીતિન પટેલે કહ્યું કે, કડી ભાજપને કોઈની નજર લાગી છે. હવે આ નજર ઉતારીશું. તેમણે કડી ભાજપને લઇને કહ્યું કે, કડી ભાજપની સફળતા પર કોઈની નજર પડી ગઇ છે.
જો કે તેમણે કહ્યું કે. હવે કડી ભાજપ પર લાગેલી નજરને કાર્યકર્તાઓએ ઉતારી દીધી છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવારોનું નામોનિશાન નહીં રહે.કડી ભાજપનું સંગઠન એટલુ મજબુત કે કોઈ ફાવી ન શકે.
પૂર્વ નાયબ મંત્રીના વાર પર ધારાસભ્ય કરશન પટેલે પલટવાર કરી જણાવેલ કે, કડી ભાજપને કોઈની નજર લાગી નથી. સાહેબ બોલ્યા છે તો સાહેબ જાણે કોની નજર લાગી છે. નીતિનભાઈ સાહેબે નિયમ બદલ્યા એટલે કાર્યકરો નારાજ થાય છે. પહેલા ચૂંટણી બિનહરીફ થઇ છે, આ વખતે આટલા ફોર્મ ભરાયાં. ચૂંટણીના પરિણામ પછી ખબર પડશે જનાર લાગી છે કે નથી લાગી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement