ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાલિકા-પંચાયતોમાં ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ ભરવા સીધી સૂચના

05:12 PM Jan 31, 2025 IST | Bhumika
Advertisement

લિસ્ટ જાહેર થાય તો બળવો થવાનો ભય: સૂચના મળી તેવા ઉમેદવારો આજે, બાકીના કાલે ફોર્મ ભરશે

Advertisement

અસંતુષ્ટોના મોરચા ગાંધીનગર પહોંચે નહીં તેની પણ રખાતી તકેદારી, વિરોધનો મોકો નહીં આપવાનો વ્યૂહ

ગુજરાતમાં 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા તથા ત્રણ તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારીપત્રકો ભરવાનો આવતીકાલે શનિવારે અંતિમ દિવસ છે. ત્યારે ભાજપના ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરવાના બદલે પસંદ થયેલા ઉમેદવારોને જ સીધા ટેલિફોનિક મેસેજ દ્વારા ફોર્મ ભરી દેવાની સૂચના આપવામાં આવતા ભાજપના ઉમેદવારોએ આજથી જ ફોર્મ ભરવાનુ શરૂ કરી દીધુ છે.

ભાજપમાં લિસ્ટ જાહેર કરવામાં આવે તો બળવા થવાના ભયે સીધા જ ઉમેદવારોને મેસેજ આપી દેવાયા છે. આમ છતા ટિકિટથી વંચિત ઉમેદવારોમાં ભારે અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે. અને આવતીકાલે અંતિમ દિવસે પાલિકાઓની ધણી બેઠકો ઉપર બળવા થવાની શકયતા દર્શાવાય છે.

ગુજરાત ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂરી થયા બાદ ઉમેદવારોના નામ જાહેર કરવાના બદલે પાર્ટીએ જે-તે જિલ્લા કે શહેરના પ્રમુખોના નામ પર મહોર મારી દીધી છે. પરંતુ અસંતોષના ડરથી ભાજપે નામ જાહેર કરવાના બદલે પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને ફોન કરી ફોર્મ ભરવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે. પાર્ટી દ્વારા તદ્દન ગુપ્ત રાહે આ યાદી મોકલીને ઉમેદવારોને ફોર્મ ભરવા માટે પોતાના જરૂૂરી કાગળો, દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. નામ જાહેર થતાં કોઈ નવો વિવાદ ન સર્જાય તે માટે આ રણનીતિ અપનાવવામાં આવી છે. શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ત્યાં સુધીમાં ઉમેદવારો પૂરતી તૈયારી કરી લેશે. શુક્રવારે જેમને સૂચના મળી ગઈ છે તેઓ ઉમેદવારી પત્ર ભરવાની તૈયારી કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, નામ જાહેર થતાં જ અસંતુષ્ટો ગાંધીનગર દોડી ન આવે તે માટે આ વ્યૂહરચના અપનાવવામાં આવી છે. આજે સાંજ સુધીમાં યાદી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવશે. તે પછી ફોર્મ ભરવા માટે એક જ દિવસ રહેશે. તેથી અસંતુષ્ટોને નક્કી થયેલા નામ સામે વિરોધ ઉઠાવવાનો મોકો નહીં મળે. પાર્ટીએ નો રિપીટ થીયરી લાગુ કરવા મન બનાવી લીધુ છે. તેમજ 60 વર્ષથી વધુની વયના અને બે ટર્મથી ચૂંટાતા સભ્યોને પણ ટિકિટ નહીં આપવામાં આવે. ભાજપ આ વખતે નવા ચહેરાઓનો વધુ પ્રાધાન્ય આપશે. ઉપરાંત જે વોર્ડમાં ઉમેદવારી નોંધાવી હોય તે વોર્ડનો કાર્યકર્તા હોવો જોઈએ. કોઈપણ ઉમેદવારને વોર્ડ સિવાય ચૂંટણી લડવા દેવામાં આવશે નહીં.
ગુજરાતમાં 66 પૈકી 42 પાલિકામાં ભાજપનું શાસન છે. વિધાનસભામાં બહુમત હાંસલ કર્યા બાદ પાલિકા-પંચાયતમાં પણ દબદબો કાયમ રાખવા ભાજપ શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યું છે. ગુજરાતમાં 66 પાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. 2100થી વધુ બેઠક પર યોજાનારી ચૂંટણી માટે 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

કોંગ્રેસમાં ઉમેદવારો નક્કી કરવા સ્થાનિક નેતાઓને જવાબદારી

રાજયની 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી અને કેટલીક પાલિકાઓમાં પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. અને ભાજપે ઉમેદવારો નક્કી પણ કરી લીધા છે. ત્યારે કોંગ્રેસ કેમ્પમાં હજૂ સુસ્તી દેખાઇ રહી છે. કોંગ્રેસે પ્રદેશકક્ષાએ નામો નક્કી કરવાના બદલે સ્થાનિક ધારાસભ્યો, માજી ધારાસભ્યો અને નેતાઓને ઉમેદવારો નક્કી કરવાની જવાબદારી સોંપી દીધી છે. અમુક સ્થળે નિરિક્ષકો મોકલવામાં આવ્યા છે. જયારે અમુક પાલિકાઓમાં આપ સાથે જોડાણ કરવામાં આવ્યુ છે.

Tags :
BJPgujaratgujarat newsmunicipalities and panchayats electionpolitcs
Advertisement
Next Article
Advertisement