પેટાચૂંટણીમાં પ્રચાર માટે ભાજપે નેતાઓની ફોજ ઉતારી
કડી-વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મંત્રી સીઆર પાટીલ, વિજય રૂૂપાણી, નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપની સ્ટાર પ્રચારકોની યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સિવાય કેન્દ્રીય મંત્રી માંડવિયા, નિમુબેન બાંભણિયા, સાંસદ રૂૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, જીતુ વાઘાણી, ભરત બોઘરા, ગોરધન ઝડફિયા, નંદાજી ઠાકોર, વર્ષાબેન દોશી, રજની પટેલને સ્ટાર પ્રચારકમાં સામેલ કરવામાં આવ્યા છે.
તે સિવાય વિનોદ ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ, બળવંત રાજપૂત, કુંવરજી બાવળિયા, મયંક નાયક, જયેશ રાદડિયા, હીરા સોલંકી, શંભુનાથ ટુંડિયાનો પણ યાદીમાં સમાવેશ કરાયો હતો. બંને બેઠક પર 40 સ્ટાર પ્રચારકોની યાદી ભાજપે જાહેર કરી હતી. ભાજપના સ્ટાર પ્રચારકો પેટાચૂંટણીને લઈ પ્રચાર કરશે.કડીથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા હતા તો ભાજપે રાજેન્દ્ર ચાવડાને ચૂંટણીના જંગમાં ઉતાર્યા હતા. વિસાવદરથી ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને મેદાનમા ઉતાર્યા છે. વિસાવદરથી કોંગ્રેસે નીતિન રાણપરિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. નીતિન રાણપરિયા વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે.
નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે. ભાજપે વિસાવદર માટે કિરીટ પટેલને ટિકિટ આપી છે. વિસાવદર માટે ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા મજબૂત દાવેદાર ગણાતા હોવા છતાં ભાજપે નવા જ ઉમેદવારને ટિકિટ આપીને ચોંકાવી દીધા હતા.ઉલ્લેખનીય છે કે,વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભાજપને વ્યાપક સફળતા મળી હતી, એમ છતાં સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની વીસાવદર બેઠક જીતવામાં તે નિષ્ફળ રહ્યો હતો. અહીંથી આમ આદમી પાર્ટીના (આપ) ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણી ચૂંટાઈ આવ્યા હતા.જોકે, વર્ષ 2023માં ભાજપમાં જોડાવા માટે તેમણે આપમાંથી તથા ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.