ભાજપના કોર્પોરેટરે TP અને કેનાલની જમીન પર 13 મકાન-દુકાન ખડકી દીધા
ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતિ બાલાજી પાર્કમાં ગેરકાયદે બાંધકામ પ્રકરણમાં કોર્પોરેટર પરેશ પીપળિયાનું નામ ખુલ્યું, તપાસની માંગ
શહેરના ઈસ્ટઝોનના અમુક વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામો સૌથી વધુ થઈ રહ્યાના આક્ષેપો અનેક વખથ થઈ ચુક્યા છે. ત્યારે જ ફરી એક વખથ વોર્ડ નં. 4 માં ગ્રીનલેન્ડ ચોકડી નજીક તિરુપતિ બાલાજી પાર્કમાં થયેલ ગેરકાયદેસર દુકાનો અને મકાનોના કૌભાંડનો ખુલ્લાસો થયો છે અને આ મુદદ્દે સ્થાનિકોએ ભાજપના કોર્પોરેટર પરેશ પિપળિયા અને અનેક કોર્પોરેટરોએ નિયમનું ઉલંઘન કરી ટીપી રોડ તથા નર્મદા કેનાલની જગ્યા ઉપર છ દુકાનો અને સાત ગેરકાયદેસર મકાનો બનાવ્યાનો આક્ષેપ કરી તટસ્થ તપાસની માંગ કરી હોવાનું જાણવા મળેલ છે.
રાજકોટમાં થતાં ગેરકાયદેસર બાંધકામો પાછળ અમુક કોર્પોરેટરો અથવા રાજકીય વગ ધરાવતા લોકોનો હાથ હોય છે. તેવુ સૌકોઈ જાણે છે. ગેરકાયદેસર બાંધકામો રોકવા માટે ટાઉન પ્લાનીંગ વિભાગના હાથ રાજકીય લોકો બાંધી દેતા હોય છે જેના લીધે રોજે રોજ આ પકારના બાંધકામોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેની તપાસ પણ થતી નથી ત્યારે જ વોર્ડ નં. 4 માં સ્થાનિક રહેવાસીઓએ ભાજપના કોર્પોરેટર પરેશ પિપળિયા સહિતનાઓ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે અને જણાવેલ કે, ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા તિરુપતિ બાલાજી પાર્કમાં આ ટોળકીએ છ દુકાનો અને સાત મકાનો ટીપી રોડ તેમજ નર્મદા સિંચાઈ યોજનાની કેનાલની જગ્યા પર ગેરકાયદેસર રીતે બનાવી દીધા છે. આ બાંધકામો પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠિયાના સમયગાળા દરમિયાન થયા હોવાનું પણ જણાવ્યું હતું. આ બાંધકામોને ડિમોલેશનનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં આજે પણ અકબંધ રહી ગયા છે. જેથી આ તમામ ગેરકાયદેસર બાધકામોનું ડિમોલેશન કરી આર્થિક લાભ મેળવવા માગતા આરોપીઓ વિરુદ્ધ સઘન તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.
વોર્ડ નં. 4 માં ગેરકાયદેસર બાંધકામ અંગે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ગ્રીનલેન્ડ ચોકડી નજીકના તિરૂૂપતિ બાલાજી પાર્કમાં ટાઉન પ્લાનિંગ (ટીપી) યોજના હેઠળ નિર્ધારિત 6 મીટરના રોડને દબાવી દેવામાં આવ્યો છે. આ રોડ પર 6 દુકાનો અને 7 મકાનો ગેરકાયદે બનાવી દેવાયા હોવાનો આરોપ છે. આ ઉપરાંત, નર્મદા સિંચાઈ યોજનાની કેનાલની જગ્યા પર પણ મકાનો બાંધવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. આ બાંધકામો પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) સાગઠિયાના સમયગાળા દરમિયાન થયા હોવાનું જાણવા મળે છે.
રહેવાસીઓનો આક્ષેપ છે કે આ ગેરકાયદે બાંધકામોને ડિમોલિશનનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં, દુકાનો અને મકાનો ફરીથી બનાવી દેવાયા છે. તિરૂૂપતિ બાલાજી પાર્કના રહેવાસીઓએ આ ગેરકાયદે બાંધકામો અને કોર્પોરેટરોની શંકાસ્પદ ભૂમિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે આવા કૌભાંડો રાજકીય હોદ્દાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા છે. સ્થાનિકોની માંગ છે કે આ મામલે તાત્કાલિક તપાસ શરૂૂ કરવામાં આવે અને ગેરકાયદે બાંધકામોને ડિમોલિશ કરવાની કાર્યવાહી કરવામાં આવે. તેમજ, આર્થિક લાભના આરોપોની પણ સઘન તપાસ થવી જોઈએ.