તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસમાં ગાબડાંની સ્થિતિ: 99 ફોર્મ ઉપડ્યા
ભાવનગર જિલ્લાની તળાજા નગર પાલિકા ની ચૂંટણી લડવા ઇચ્છુંકો પક્ષની વિચારધારા છોડી ને પોતાને રાજકીય અને સામાજિક લેવલે ફાયદો ક્યાં છે તેની ફિકરમા દેખાઈ રહ્યા છે.જેને લઈ ભાજપ અને કોંગ્રેસ પક્ષમા હોદ્દાઓ ભોગવતા આગેવાનો પક્ષ છોડી ને અન્ય પક્ષમાં જઇ ને ચૂંટણી લડવા ઈચ્છા દર્શવતા માત્ર રાજકીય જ નહિ સામાજિક માહોલ પણ ગરમાયો છે.
તળાજા નગર પાલિકા ની ચૂંટણી લડવા માગતા ઉમેદવારો એ આજે 43 મળી ને આજ સુધી મા કુલ 99 ફોર્મ ઉપાડ્યા છે.તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી હોય અમુક અંશે પક્ષ કરતાંય વ્યક્તિ અને સામાજિક લેવલ નું મહત્વ હોય રાજકીય પક્ષોમા અસંતોષ સાથે તૂટફૂટ નો માહોલ બહાર આવી રહ્યોછે.
ભાજપ સંગઠનમા હોદ્દાઓ ધરાવતા આગેવાનો કોંગ્રેસ સાથે મળીને ઉમેદવારી કરી રહ્યા નું બહાર આવી રહ્યું છે.ભાજપમાંથી ચૂંટણી લડી ને બે વખત હાર નો સામનો કરી ચૂકેલા આગેવાન આ વખતે કોંગ્રેસ પક્ષે લડી રહ્યા છે.
કોંગ્રેસના ઉચ્ચ હોદ્દા પર રહેનાર આપ માંથી ચૂંટણીલડી રહ્યા છે.આપ અને કોંગ્રેસ ના આગેવાનો ની બેઠક ગઠબંધન માટે મળીહતી.તેમાં કોંગ્રેસ તરફ થી આપ ના સિમ્બોલ પર નહિ કોંગ્રેસના સિમ્બોલ પરથી ચૂંટણી લડવા નો આગ્રહ રાખતા ગઠબંધન થઈ શક્યું ન હતું.જોકે બપોર બાદ તેમાં બાંધછોડ કરી ભાજપ ના ગઢમા ગાબડા કઈ રીતે પાડવા અથવા તો ઉમેદવાર પૂરતા મળતા ન હોય ફરી ગઠબંધન ની પ્રક્રિયા ચર્ચા સ્થાને આવી હતી.એક ચર્ચા એવી પણ આવી હતીકે ભાજપ માંથી ટીકીટ માગનાર ને ત્રણ સંતાનો હોવા છતાંય કાયદા ની અજ્ઞાનતા ના કારણે ટીકીટ માગી છે.
ભાજપ ના ધારાસભ્ય,સંગઠન અધ્યક્ષ સહિતના ને પાર્લામેન્ટરી બોર્ડમા બપોર બાદ હાજરી આપવાની થતી હોય તેઓ રવાના થયા હતા.ભાજપ આવતીકાલે રાત્રે સત્તાવાર પોતાના ઉમેદવાર જાહેર કરશે તેમ માનવામા આવી રહ્યું છે.કારણકે સત્તાનો સ્વાદ માણવા માટે ભાજપ માંથી ચૂંટણી લડવા ની લાઈન છે.
લઘુમતી મોરચા ના પ્રમુખ સતત સક્રિય રહીને કામગીરી કરી હોવા છતાંય તેઓની કામગીરી ની અવગણના થઈ રહી છે.તો ધરાસભા અને લોકસભા સમયે તન,મન અને ધન થી ભાજપ સાથે રહેનાર વ્યક્તિઓને આશા હતીકે અમારી ટીકીટ પાક્કી જ છે તેઓની આશા નું કમળ મુરઝાઈ ગયું છે.