રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઈકો સેન્સિટિવ ઝોન સામે ભાજપ-કોંગ્રેસનો મોરચો

12:42 PM Oct 08, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આવતીકાલે ધારીમાં શક્તિસિંહની હાજરીમાં બિન રાજકીય બેઠક, ભાજપના નેતાઓ પણ જોડાશે

જુનાગઢમાં ઈકો સેન્સિટિવ ઝોન સામેનો વિરોધ સતત વકરી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસનાં કેટલાક નેતાઓ પક્ષાપક્ષી એક બાજુ મૂકીને ભેગા મળી આંદોલનની તૈયારી કરી રહ્યા છે.

તાલાલા તાલુકાનાં માધુપુર ગીર ગામે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા મહાસંમેલન કરવામાં આવ્યું છે. જ્યારે ગીર પંથકમાં નવરાત્રિની ગરબીમાં અનોખી રીતે ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો.
જુનાગઢ જિલ્લાનાં વિસાવદરનાં ગામોમાં ઈકો સેન્સિટિવ ઝોનની જાહેરાતનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ મામલે ગ્રામજનો, ખેડૂતો બાદ હવે ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ પણ મેદાને આવ્યા છે. ઈકો સેન્સિટિવ ઝોનનાં વિરોધ માટે બન્ને પક્ષનાં કેટલાક નેતાઓ એકજૂટ થયાં છે અને આંદોલન કરવાની તૈયારી શરૂૂ કરી છે.
માહિતી મુજબ, આ મુદ્દે અમરેલીનાં ધારી ખાતે 9 તારીખે અસરગ્રસ્ત ગામલોકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ ભાજપનાં કેટલાક નેતાઓ પણ હાજર રહેશે. બિનરાજકીય આંદોલન સાથે ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ કરવામાં આવશે.બીજી તરફ ભારતીય કિસાન સંઘ દ્વારા પણ ઈકો સેન્સિટિવ ઝોન મામલે વિરોધ દાખવવામાં આવી રહ્યો છે. આ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરાશે. આ માટે મંગળવારે મોટી સંખ્યામાં ગીરના ખેડૂતો તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે એકત્રિત થશે. ત્યાર બાદ માર્કેટિંગ યાર્ડથી ચાલીને તાલાલા મામલતદાર કચેરીએ પહોંચશે. જ્યારે તાલાલાનાં માધુપુર ગીર ગામે ખેડૂત હિત રક્ષક સમિતિએ મહાસંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં તાલાલાને કાયમી નઇકો સેન્સિટિવ ઝોનથ માંથી મુક્ત રાખવા માગ કરાઈ હતી. આ મહાસંમેલનમાં 45થી વધુ ગામનાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.

હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે જુનાગઢમાં ઈકો સેન્સિટિવ ઝોન સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ગીર પંથકમાં નવરાત્રિની ગરબીમાં આપણા મલકનાં માયાળુ માનવીને બદલે આપણા મલકમાં આવશે ઈકો ઝોન ઈકો ઝોન આવશે તો મરી જાશું રે ગાઈને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

Tags :
BJP-Congressgujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement