ભાજપના સહ પ્રવકતા જયેશ વ્યાસનું હાર્ટએટેકથી અવસાન
ભાજપ પરિવારમાં શોકની લાગણી
ગુજરાત ભાજપના સહપ્રવકતા જયેશ વ્યાસનું દુ:ખદ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. અત્યારે ભાજપના સહપ્રવક્તા જ્યેશ વ્યાસના અણધાર્યા નિધનથી ભાજપમાં ઘેરો શોક જોવા મળ્યો છે. ગાંધીનગરના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઈ જવાયા પણ રસ્તામાં જ અવસાન થયું હોવાનું સામે આવ્યું. નોંધનીય છે કે, અનેક ટીવી ડિબેટ માં પક્ષ તરફથી ધારદાર રજૂઆત કરનાર મૂળ રાજકોટના જયેશ વ્યાસ ના 50 વર્ષ ની વયે જ અવસાનથી અનેક લોકોને આંચકો લાગ્યો છે.
મળતી વિગતો પ્રમાણે તેમના નિવાસ સ્થાને તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતાં પરંતુ રસ્તામાં જ તેમનું નિધન થઈ ગયું હતું. નોંધનીય છે કે, જયેશ વ્યાસ એ ગુજરાત પ્રદેશ ભાજપના સહ-પ્રવક્તા હતા. અને મૂળ રાજકોટના નિવાસી છે. ટીવીમાં અનેક વખતે ડીબેટમાં તેઓ જોવા મળતા હોય છે. પરંતુ અત્યારે તેમની અણધારી વિદાયના કારણે પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.