નેશનલ હેરાલ્ડ કેસ અન્વયેમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું
12:23 PM Apr 18, 2025 IST
|
Bhumika
Advertisement
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ ના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે કેસ થતાં કોંગ્રેસ દ્વારા ઇડી સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે. ત્યારે તેના વિરોધમાં આજે જામનગરમાં શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલયથી ટાઉન હોલ થઈ લાલ બંગલા સુધી રેલી યોજવામાં આવી હતી. અને ત્યાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું તેમજ સૂત્રચાર કરવામાં આવ્યા હતા. આ રેલીમાં વિશાળ સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકર્તા ઓ પ્લે કાર્ડ સાથે જોડાયા હતા.
Advertisement
આ કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી ,ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજા, ડે . મેયર ક્રિષ્નાબેન સોઢા ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ વિમલ કગથરા, તથા મહામંત્રી મેરામણ ભાટુ, ભાજપના કોર્પોરેટરો અને પદાધિકારીઓ આગેવાનો કાર્યકર્તાઓ વગેરે વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
Next Article
Advertisement