For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બનેવીના હત્યારા સાળાની તાકીદે ધરપકડ કરો: પરિવારજનો દ્વારા બે સ્થળે હંગામો

05:47 PM Mar 16, 2024 IST | Bhumika
બનેવીના હત્યારા સાળાની તાકીદે ધરપકડ કરો  પરિવારજનો દ્વારા  બે સ્થળે હંગામો
  • સિવિલ હોસ્પિટલ ઈમર્જન્સી પાસે રોડ પર બેસી ગયા: કમિશનર કચેરીએ પોલીસ હાય.. હાય...ના નારા લગાવ્યા

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ચામુંડા નગરમાં રહેતા યુવાને પ્રેમ લગ્ન કર્યાહોય જેનો ખાર રાખીને બે દિવસ પહેલા તેના જ સાળા સહિતના શખ્સોએ બે રહેમીથી મારમારતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ બનાવને પગલે પરિવારજનોએ જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઈનકાર કરી દઈ સિવિલ હોસ્પિટલ તેમજ પોલીસ કમિશનર કચેરી ખાતે સુત્રોચ્ચાર સાથે દેખાવો કરી હંગામો મચાવી દીધો હતો.

Advertisement

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ચામુંડા નગરમાં રહેતા સુનિલ જાદવ નામના યુવાન પર બે દિવસ પહેલા સાળા રવિ સહિતના શખ્સોએ હુમલો કરી બે રહેમીથી મારમારતા આજે વહેલી સવારે સુનિલનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. પ્રેમ લગ્ન કરનાર યુવાન પર તેના જ સાળાએ હુમલો કર્યાની બે દિવસ પહેલા ફરિયાદ નોંધાવી હોવા છતાં આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી.
આજે સવારે યુવકનું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં રોષ ફાટી નિકળ્યો હતો અને સૌ પ્રથમ લાશ સ્વીકારવાનો ઈનકાર કરીદઈ સિવિલ હોસ્પિટલ ઈમરજન્સી વિભાગ પાસે મોટી સંખ્યામા ંપરિવારજનો રોડ ઉપર બેસી જઈ હંગામો મચાવી દીધો હતો. આ વખતે એક યુવક હાથમાં એસીડની બોટલ લઈ પીવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ કોન્સ્ટેબલ વનરાજભાઈ ભભલુભાઈ કાઠી યુવાન પાસેથી એસીડની બોટલ ઝુટવી લીધી હતી આ વખતે પોલીસમેન પોતાના હાથે ગંભીર રીતે દાઝી ગયા હતાં.

સિવિલ હોસ્પિટલમાં હંગામો મચાવ્યા બાદ યુવકના પરિવારજનો પોલીસ કમિશનર કચેરીએ ધસી ગયા હતાં અને હત્યારાઓની તાકીદે ધરપકડ કરો તેમજ પોલીસ તંત્ર હાય... હાય... ના નારા લગાવી ઉગ્ર રજૂઆત કરી હતી. આ વખતે બી ડિવિઝન પોલીસના પીઆઈ સહિતના અધિકારીઓ પણ કમિશનર કચેરી દોડી ગયા હતા અને આરોપીઓ હાથવેતમાં હોવાનું કહી યુવકના પરિવારજનોએ સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement