રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડોદરામાં પોસ્ટર કાંડમાં કોંગ્રેસ પાછળ ભાજપ?

04:04 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટરો લગાડવાની ઘટનામાં પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ પોસ્ટર લગાવનાર કોંગ્રેસના કાર્યકરોને ઝડપી લીધા હતા. જો કે, કોઇ ભેદી કારણોસર પાછળથી તેમને છોડી મુકવામા આવતા ચર્ચા જાગી છે. આ પોસ્ટર કાંડનો રેલો ભાજપના કોઇ નેતા સુધી પહોંચતા પોલીસે કોંગ્રેસના કાર્યકરો સામે કોઇ કાર્યવાહી કરવામાં પીછે હઠ કરી હોવાની જોરશોરથી ચર્ચા જાગી છે. પોલીસે કોઇ કાર્યવાહી વગર જ કોંગ્રી કાર્યકરને છોડી મુકતા રંજનબેન ભટ્ટ વિરોધી પોસ્ટર લગાવવાનો હેતુ પણ બહાર આવ્યો નથી.
વડોદરા શહેરના હરણી રોડ ઉપર આવેલી વિવિધ સોસાયટીમાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૂૂદ્ધ બેનરો લગાવનાર કોંગી કાર્યકર હરીશ ઉર્ફ હેરી ઓડને પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે પૂછપરછ માટે વારસીયા પોલીસ મથકમાં લઇ આવી હતી. જ્યાં ડીસીપી પન્ના મોમાયા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હેરી ઓડની પૂછપરછ કરવામાં આવી હતી. હેરી ઓડને બપોરથી પોલીસ મથક લઇ આવ્યા બાદ મોડી રાત સુધી ન છોડતા વિપક્ષી નેતા અમીબહેન રાવત, ગુણવંત પરમાર, શહેર યુથ કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પવન ગુપ્તા, કુલદીપસિંહ વાઘેલા સહિત અગ્રણીઓ તેમજ હેરી ઓડના પરિવારજનો વારસીયા પોલીસ મથકમાં પહોંચી ગયા હતા. અને સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

Advertisement

કોંગ્રેસ અગ્રણીઓ અને પરિવારજનો દ્વારા વારસીયા પોલીસ મથકમાં કોંગ્રેસ જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. બપોર બાદ વારસીયા પોલીસ મથક મીડિયા, કોંગ્રેસ કાર્યકરો અને બેનર લગાવનાર હેરી ઓડના પરિવારજનોથી ધમધમતું રહ્યું હતું. જો કે, મોડી રાત સુધી હેરી ઓડ સામે કોઇપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ન હતી. માત્રને માત્ર તેની બેનરો લગાવવા બાબતે અને તેને ફરતી કેટલીક વિગતો અંગેની જ પૂછપરછ કરવામાં આવી હતી.

ડીસીપી પન્ના મોમાયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હરણી રોડ ઉપર સંગમ ચાર રસ્તા પાસે લગાવવામાં આવેલા બેનરો બાબતે પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. તેણે અન્ય બે કોંગી કાર્યકરો ધ્રુવિત વસાવાની સાથે મળીને બેનરો લગાવ્યા હોવાની કબુલાત કરી છે. પરંતુ, કોના ઇશારે બેનરો લગાવ્યા છે તે અંગેની કોઇ તેણે કોઇ માહિતી આપી નથી. આ બાબત ચૂંટણી પંચની છે. ચૂંટણી પંચ જે રીતે સુચના આપશે તે રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમારું કામ ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ બેનર લગાવનારને પકડવાનો હતો તે કામગીરી અમે પૂરી કરી છે. જો કે, સવાલ એ થાય છે કે, આખો દિવસ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હેરી ઓડની પૂછપરછ કરવામાં આવી છતાં, પોલીસ હેરી ઓડ પાસેથી તેણે કોના ઇશારે બેનરો લગાવ્યા તે વિગતો કઢાવી ન શકે તે શક્ય નથી.

જો કે, મોડી રાત્રે વારસીયા આવી પહોંચેલા વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, હેરી ઓડે બેનરો લગાવ્યાની કબુલાત કરી છે. કોઇ રાજકીય પક્ષ કે વ્યક્તિ સામે વિરોધ કરવો કોઇ ગુનો નથી. પરંતુ, હાલ લોકસભાની ચૂંટણી આચારસંહિતા હોવાથી નિયમ મુજબ કોઇ પ્રકારના રાજકીય બેનર લગાવવા માટે પરવાનગી લેવી જરૂૂરી હોય છે. હેરીએ પરવાનગી લીધી નથી. આથી ચૂંટણી પંચ તેની સામે કાર્યવાહી કરી શકે છે.

મારો અંતરઆત્મા જાગ્યો એટલે બેનર્સ માર્યા: હેરીઓડનું નિવેદન
સાંસદ રંજનબેન ભટ્ટ વિરોધી પોસ્ટરો લગાડનાર કોંગ્રેસના કાર્યકર હેરી ઓડે બેનર કોના કહેવાથી લગાડ્યા તે અંગે પુછતા જણાવ્યું હતું કે, મારો અંતરઆત્મા જાગ્યો, ભાજપના નેતાઓ તેમના લોકોનો જ અવાજ દબાવી દ્યે છે. ત્યારે મને થયું કે, કોંગ્રેસનો દરેકનો અવાજ બને છે. તેથી આવાબેનર લગાવ્યા હતાં અમારો અવાજ પહોંચાડવા માટે આ બેનરો લગાવ્યા હતાં. હેરી ઓડે એવું પણ જણાવેલ કે, રંજનબેન સામે લોકોમાં રોષ છે. મને કોંગ્રેસ ટિકિટ આપશે તો રંજનબેન સામે ચુંટણી લડીશ.

Tags :
BJPgujaratgujarat newspolitical newsPoliticsvadodaravadodara news
Advertisement
Next Article
Advertisement