રાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની તમામ બેઠક ઉપર ભાજપ સમર્થિત પેનલ વિજેતા
03:49 PM Feb 24, 2025 IST | Bhumika
રાજકોટની જિલ્લાકક્ષાની સહકારી સંસ્થા જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સહકારી સંઘની તમામ બેઠકો ઉપર ભાજપ પ્રેરીત પેનલનો વિજય થતા જિલ્લાના સહકારી રાજકારણ ઉપર ધારાસભ્ય જયેશ દારડીયાનો દબદબો યથાવત રહ્યો છે.
Advertisement
રાજકોટ જિલ્લા ખરીદ-વેચાણ સહકારી સંઘની કુલ 19 બેઠકોની તબકકાવાર ચૂંટણી યોજાઇ હતી. જેમાં મંડળીઓના સાત પ્રતિથનિધિઓની ચૂંટણીમાં સાતેય ઉમેદવાર રાદડીયા જૂથના બિનહરિફ ચૂંટાયા હતા. જયારે સંઘ પ્રતિનિધિ વિભાગ અને ઇતર વિભાગની 12 બેઠકોની ચૂંટણીમાં પણ તમામ ઉમેદવારો સામે પણ અન્ય કોઇ ઉમેદવારોના નામના ઠરાવો નહી આવતા તમામ ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા હતા.
આમ તમામ 16 બેઠકો ઉપર રાદડીયા જૂથના ઉમેદવારો વિજેતા થયા છે. જિલ્લા ખરીદ-વેચાણ સહકારી સંઘના બોર્ડમાં બે જિલ્લા સહકારી બેંકના તથા બે કો ઓપ્ટ સભ્યો મળી કુલ 23 સભ્યોનું બોર્ડ બનશે
Advertisement
Advertisement