વિસાવદર-કડી બેઠક માટે ભાજપે પ્રભારી-સંયોજકોની નિમણૂક કરી
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી એ કમર કસી લીધી છે. ભાજપે આજે આ બંને બેઠકો, એટલે કે કડી અને વિસાવદર, માટે પ્રભારી, સંયોજક અને સહ સંયોજકની નિમણૂક કરી છે. પ્રદેશ મહામંત્રી રજની પટેલ દ્વારા આ અંગેની યાદી જાહેર કરવામાં આવી હતી.
કડી વિધાનસભા બેઠક માટે ભાજપે પ્રભારી: સુરેશભાઈ પટેલ (પૂર્વ પારસવલ્લી મણિનગર વિધાનસભા) અને દશરથજી ઠાકોર (પૂર્વ જિલ્લા પ્રમુખ , પાટણ જિલ્લા). તથા સંયોજક: વિનોદભાઈ રણછોડભાઈ પટેલ (ચેરમેન, મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક). અને સહ સંયોજક: હિમાંશુભાઈ બંસીભાઈ ખમાર (વાઈસ ચેરમેન, એપીએમસી કડી).ની વરણી કરી છે.વિસાવદર વિધાનસભા બેઠક માટે ભાજપે પ્રભારી: કમલેશભાઈ મીરાણી (પૂર્વ શહેર પ્રમુખ, રાજકોટ શહેર) અને જયેશભાઈ રાદડીયા (જેતપુર વિધાનસભા ધારાસભ્ય). તથા સંયોજક: ભરતભાઈ વડાલીયા (પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ, જૂનાગઢ જિલ્લો). સહ સંયોજક: નરેન્દ્રભાઈ કોટીલા (પૂર્વ જિલ્લા મંત્રી, જૂનાગઢ જિલ્લો).ની નિમણુક કરી છે.ગુજરાત વિધાનસભાની બે ખાલી પડેલી બેઠકો, વિસાવદર અને કડી, માટે પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ હતી. ચૂંટણી પંચે 19 જૂને આ બંને બેઠકો પર મતદાન યોજાશે તેવી જાહેરાત કરી હતી. ફોર્મ ભરવાની પ્રક્રિયા 26 મેથી શરૂૂ થઈ હતી, અને ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 2 જૂન હતો. આ પેટાચૂંટણીના પરિણામો 23 જૂને જાહેર થયા હતા.