રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જન્મ-મરણ નોંધણી હવેથી ત્રણેય ઝોન કચેરીએ થશે

05:01 PM Jul 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

2002 બાદના તમામ રેકોર્ડ મનપા દ્વારા ડિજિટલી સ્ટોર કરવામાં આવેલ હોય તેની સેવાઓ કચેરી ખાતેથી મળી શકશે

રાજકોટ મહાનગરપાલીકાના વિસ્તાર હેઠળ આવતી ઝોન કચેરીઓ ખાતે જન્મ અને મરણ નોંધણીની થતી કામગીરીમાં જાહેર જનતાને બહોળો લાભ મળે અને તેઓના વિસ્તારની નજીકની ઝોન ઓફીસ ખાતેથી જન્મ અને મરણ નોંધણી સંબંધી કામગીરીનો લાભ મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની મધ્યઝોન ખાતે થતી કામગીરીને ડિઝીટલ ભારતના ભાગ રૂૂપે હવેથી પશ્ચીમ ઝોન કચેરી તેમજ પુર્વ ઝોન કચેરી ખાતે પણ થઇ શકશે. ન્મ મરણ નોંધણીની વર્ષ 2002 બાદના તમામ રેકર્ડ જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિઝીટલી સ્ટોર કરવામાં આવેલ છે આ તમામ ેકર્ડમાં નીચે મુજબની સેવાઓ અરજદારોને નજીકની ઝોન કચેરી ખાતેથી મળી રહેશે. જન્મ નોંધમાં બાળકના નામ દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે - સને 2002 બાદ અને સને 2020 સુધીના તમામ જન્મ રેકર્ડમાં બાળકનું નામ દાખલ કરવાનું રહી જવા પામેલ હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્ર / બોનાફાઇડ સર્ટી મુજ્બ બાળકનું નામ દાખલ કરી શકાશે તેમજ વિશેષ કોઇ દસ્તાવેજની જરૂૂરીયાત રહેશે તેની માહિતી આપવામાં આવશે.

જન્મ કે મરણ નોંધણીમાં સુધારાકરવામાં આવશે સને 2002 બાદ અને સને 2020 સુધીના તમામ રેકર્ડમાં કોઇપણ જન્મ કે મરણની નોંધમાં કોઇ ચુક રહી ગયેલ હોય તેવા કિસ્સામાં અરજદારો દ્વારા સંબંધીત પુરાવાઓ કે જે સુધારા ફોર્મમાં દર્શાવેલ છે તે સુધારા અર્થેના દસ્તાવેજો રજુ કરવાથી આ તમામ સુધારા જન્મ મરણ નોંધણી અધિનિયમ (એમેન્ડમેન્ટ એક્ટ)- 2023 ની જોગવાઇઓ અનુસાર કરવામાં આવશે. ઘરે બનતા જન્મ ના બનાવની નોંધણી કરવામાં આવશે જે બાળકનો જન્મ ધરે થયેલ હોય તેવા કિસ્સમાં બાળકના વાલી દ્વારા તેની નોંધણી કરાવવાની રહે છે તે બાળકના માતાનું મમતા કાર્ડ, બાળકના માતા તેમજ પિતાના ઓળખ કાર્ડની નકલ જેમાં જે જગ્યાએ પ્રસુતી થયેલ હોય તે સ્થળનું સરનામું હોવુ જોઇએ અન્યથા પ્રસુતી થયેલ હોય તે સ્થળનું લાઇટ બીલ, વેરા બીલ રજુ કરવાનું રહેશે.

અને જરૂૂરી દસ્તાવેજો રજુ થયે શાખા દ્વારા વિશેષ કોઇ દસ્તાવેજ ની જરૂૂરીયાત અર્થે માર્ગદર્શન આપવામાં આવશે. ધરે બનતા મરણ ના બનાવની નોંધણી કરવામાં આવશે જે કોઇ વ્યક્તિનુ મૃત્યુ ઘરે થયેલ હોય તેવા કિસ્સામાં ડોક્ટરશ્રીના મરણ અંગેના સર્ટીફીકેટ થકી નજીકના ફાયર સ્ટેશન પર મરણ ની નોંધણી કરાવવાની રહે છે. તેમ છતા આ ફાયર સ્ટેશન ઉપર નોંધણી રહી જવા પામેલ હોય તેવા કિસ્સામાં ડોક્ટરશ્રીના મરણ સંબંધી સર્ટીફીકેટ સહ મૃતકના ઓળખ કાર્ડ સહ શાખામાં નોંધણી કરાવવાની રહે છે. અને જરૂૂરી દસ્તાવેજો રજુ થયે શાખા દ્વારા વિશેષ કોઇ દસ્તાવેજ ની જરૂૂરીયાત અર્થે માર્ગદર્શન આપવામાં આવશે. તેમ છતા કોઇ વિશેષ માહિતી માર્ગદર્શનની જરૂૂરીયાત હોય તો ત્રણેય ઝોન ખાતે જન્મ મરણ સુપ્રીટેન્ડન્ટ અથવા જન્મ મરણ સબરજીસ્ટ્રારનો સંપર્ક કરી વિશેષ માહિતી માર્ગદર્શન મેળવી શકાશે.

Tags :
Birth and death registrationgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement