જોડિયા પંથકમાં હિટ એન્ડ રનમાં બાઈકસવારનો ભોગ લેવાયો
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં માવ નુ ગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર ધુળકોટ ગામના 60 વર્ષના બુઝુર્ગનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મોરબી પંથકના ધુળકોટ ગામના વતની શિવલાલભાઈ ગોવિંદભાઈ પોરીયા નામના 60 વર્ષના કડીયા જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાનું બાઈક લઈને જોડિયા તાલુકાના જીરાગઢ ગામથી આમરણ ગામ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન જોડિયા હાઈવે રોડ પર માવ નું ગામ પાસે જીજે 12 એફ.ઈ.3102 નંબરની કારના ચાલકે બાઈક ને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર નું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પુત્ર જીગ્નેશ શીવલાલ પરમારે જોડીયા પોલીસ મથકમાં કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જોડીયા ના પી.એસ.આઇ કે.ડી. જાડેજા વધુ તપાસ ચલાવે છે.
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસેથી સ્કૂટર લઈને જઈ રહેલા નાઘેડીના જયરાજસિંહ નાનભા જાડેજાને પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 10 એ.વી. 2391 નંબરની રીક્ષા ના ચાલે ઠોકરે ચડાવતાં ગંભીર થઈ છેઝ અને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે.
